મળી માતૃભાષા મને ગુજરાતી જસદણના વિરનગરની શ્રી વી. પી. હાઈસ્કૂલ ખાતે ૧૬ ફેબ્રુઆરીના કવિસંમેલન યોજાશે
માતૃભાષા મહોત્સવ–૨૦૨૬ની ઉજવણી અંતર્ગત ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને શ્રી વી. પી. હાઈસ્કૂલ, વીરનગરના સંયુક્ત ઉપક્રમે કવિસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કવિસંમેલન તા. ૧૬/૦૨/૨૦૨૬, સોમવારના રોજ બપોરે ૩:૦૦ કલાકે શ્રી વી. પી. હાઈસ્કૂલ, વીરનગરના મધ્યસ્થ ખંડમાં યોજાશે.
મળી માતૃભાષા મને ગુજરાતી અંતર્ગત આયોજિત કવિસંમેલનમાં જાણીતા કવિશ્રી હરેશ વડાવીયા, કવિશ્રી પૂજય બાપુ અને કવિશ્રી મુકેશ દવે કાવ્યરસધાર વહાવશે.
આ પ્રસંગે સાહિત્યરસિકોને માતૃભાષા પ્રત્યેની લાગણી અને સાહિત્યિક અભિવ્યક્તિનો અનોખો અનુભવ મળશે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડો.જયેન્દ્રસિંહ જાદવ અને
શ્રી વી. પી. હાઈસ્કૂલ, વીરનગરના આચાર્યશ્રી અશ્વિનભાઈ ગીડા દ્વારા તમામ સાહિત્યપ્રેમી નાગરિકોને આમંત્રણ પાઠવવામાં આવે છે.