આલણ સાગર ડેમમાં નર્મદાનું પાણી છોડી કેનાલ શરૂ કરવા જસદણના ખૅડુત આગેવાનોએ ગાંધીનગરમાં મુખ્યમંત્રીને રજૂઆત કરતા પાણી છોડવા ખાત્રી મળતા રાજીપૉ
મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની આગેવાનીમાં બે પૂર્વ નગરપતિઓ ડાયમંડ એસો પ્રમુખ મંડળીના પ્રમુખ સહિત ખેડૂત પ્રતિનિધિ મંડળ ની રજૂઆતને સફળતા
જસદણ ખેડૂત આગેવાનોએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી સમક્ષ સૌની યોજના નું પાણી આલણ સાગર ડેમમાં છોડવા રૂબરૂ રજૂઆત કરી હતી અને ડૅમની ઉગમણી અને આથમણી બંને કેનાલો શરૂ કરી સિંચાઈનું પાણી છૉડવા તેમજ વિવિધ ચેક ડેમોમાં પાણી છોડવા રજૂઆત કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ખાતરી આપી હતી અને જસદણના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા પણ સાથે રહ્યા હતા જસદણના પૂર્વ નગરપતિ ધીરુભાઈ ભાયાણી સેવા સહકારી મંડળીના પ્રમુખ પ્રવીણભાઈ વેલાભાઈ છાયાણી ઉધોગપતિ જેપી રાઠોડ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ પીવીભાઈ ભાયાણી શિક્ષણ વિદ કલ્પેશભાઈ છાયાણી નિમેષભાઈ શુકલ દુર્ગેશભાઈ કુબાવત રવજીભાઈ ઢોલરીયા દીપુભાઈ ગીડા કેતનભાઇ લાડોલા જાદવભાઈ માળવીયા ખેડૂત અગ્રણી વિઠ્ઠલભાઈ સંખિયા શાંતિભાઈ પટોળીયા રજૂઆતમાં પંથકમાં ચાલુ વર્ષે જરૂર કરતાં ઓછો વરસાદ પડતા ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે ખેડૂતોઍ સરકાર પાસે સિંચાઈના પાણી અંગૅ રજૂઆત કરતા જણાવ્યું હતું કે જસદણ પંથકમાં ચાલુ સિઝનમાં 48% કરતાં પણ ઓછો વરસાદ નોંધાયો છે, જેના કારણે ખેતીવાડી માટે પાણીની ભારે હાલાકી સર્જાઈ છે. ખેડૂતોને ઉભા પાકને બચાવવા માટે વધુ બે થી ચાર વખત પાણીની સખત જરૂર છે. જો સરકાર સૌની યોજના મારફતે જસદણના આલણ સાગર તળાવમાં સિંચાઈ માટે પાણી ઠાલવે અને ચેકડેમો ભરે તો કૂવાઓના તળ મજબૂત થશે અને પાણીની અછતના કારણે પાક નિષ્ફળ જવાની ભીતિમાંથી ખેડૂતોને રાહત મળૅ આ મુદ્દે જસદણના સામાજિક આગેવાનો, ખેડૂત આગેવાનો, સહકારી મંડળીના પ્રમુખ અને હીરા ઉદ્યોગના પ્રમુખ સહિતના આગેવાનોએ તા. 29,નૅ મંગળવારના રોજ ગાંધીનગર ખાતે જસદણના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સાથે રહીને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી. ખેડૂતોને સિંચાઈનું પાણી સમયસર મળી રહે તે માટે મુખ્યમંત્રીએ બાંહેધરી આપતા રાજીપો છવાયો હતો વધુમાં જસદણ તાલુકામાં કુલ વાવેતર લાયક જમીન 60,767 હેક્ટર છે. વર્ષ 2025-26 માં 60,431 હેક્ટરમાં વાવેતર થયું છે. જેમાં 46,478 હેક્ટરમાં મગફળી અને 6,940 હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે. પરંતુ વરસાદની અછતના કારણે ખેતીની જમીનમાંથી પૂરતું ઉત્પાદન નહીં મળે અને ખેડૂતોને આર્થિક નુકસાની થવાની શક્યતા સેવાઈ રહી ભહૉવાની પણ રજૂઆત કરતા ખેડૂત પ્રતિનિધિ મંડળને સફળતા સાપડી છે