error: This Content is protected !!

સરધારમાં ઑઇલના કારખાનામાં ચડ્ડી-બનિયાનધારી ટોળકી ત્રાટકી રૂા.૧.૬૫ લાખની ચોરી બારીના સળિયા તોડી ઓફિસમાંથી રોકડ ઉઠાવી ગયા

ઓફિસ ના સીસીટીવી કેમેરાના આધારે મોઢે રૂમાલ બાંધેલ ત્રણ ચડ્ડી ધારી ટોળકીનું પગેરું દબાવવા પોલીસે તપાસ આદરી

 

રાજકોટ ભાવનગર હાઈવે રોડ ઉપર આવેલ સરધાર ગામમાં મૈત્રી ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં ત્રાટકેલી ચડ્ડી-બનીયાનધારી ટોળકી રૂા.૧.૬૫ લાખની રોકડ રકમની ચોરી કરી ગઈ હતી. આજી ડેમ પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરી છે. પરંતુ હજુ સુધી તસ્કરોની ઓળખ મળી નથી. ક્રાઈમ બ્રાંચે પણ તપાસમાં ઝુંકાવ્યું છે જસદણના બજરંગનગરમાં રહેતા, અલ્પેશભાઈ કુકડીયા (ઉ.વ.૪૦)એ ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઈ તા.૨૭ના રોજ કપાસિયાની ગાડી કારખાનામાં ખાલી થવા આવી હતી. તેના પાર્ટનર જીલભાઈએ ગાડી ખાલી કરાવી તેના પેમેન્ટ માટે રૂા. ૧.૬૫ લાખ ઓફિસના ટેબલમાં રાખ્યા હતા. એટલું જ નહીં જીલભાઈ રાતૅ કારખાને જ રોકાઈ ગયા હતા.બીજા દિવસે સવારે તેને કોલ કરી ચોરી થયાની જાણ કરી હતી. ઓફિસની પાછળની બારીના લોખંડના સળીયા તુટેલા જોવા મળ્યા હતા. ટેબલમાં રાખેલા રૂા.૧.૬૫ લાખ ગાયબ હતા. સીસીટીવી કેમેરા ચેક કરતાં મોઢે રૂમાલ બાંધેલો અને ચડ્ડી-બનીયાન પહેરેલા ત્રણ શખ્સો કારખાનાની દિવાલ પર થઈ પાછળની બારીના સળીયા તોડી અંદર પ્રવેશી ચોરી કરતા હોવાનું દેખાયું હતું આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે