error: This Content is protected !!

જસદણના આલણ સાગર ની બંને કેનાલ દ્વારા ચાર નદીના 58 ચેક ડેમો ભરવા સીએમ ભુપેન્દ્રભાઈ મંત્રી કુંવરજીભાઈની ખાતરી પૂર્વ નગરપતિ ધીરુભાઈ ભાયાણી

ઉગમણી અને આથમણી કેનાલ મારફતે આડીનદી ખારીનદી ભદ્રાવતી પોલારપરીઆ 4 નદીઓ વહેતી થતા બાખલવડ નારીઓ ડુંગરપરી ગઢડિયા અંધારી આટકૉટ ના ચેકડેમો ભરાશે

 

કોઈ આગેવાનોએ ખોટા ઊંબાડિયા લઈ ખેડૂતોને ગેરમાર્ગે ન દોરવા અને સૌની યોજનાની સત્ય હકીકત માહિતી આપવા આપવા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની વિઘ્ન સંતોષીઓને ટકોર 

 

જસદણના પૂર્વ નગરપતિ ધીરુભાઈ ભાયાણીએ જણાવ્યું છે કે બાખલવડ ગામે આવેલા અલંગ સાગર તળાવમાં સૌની યોજના નું પાણી ઠાલવી અને ડેમની ઉગમણી અને આથમણી એમ બંને કેનાલો ચાલુ કરવા કરી અને ભાદર નદી ભદ્રાવતી નદી આડી ભાદર ડુંગરપુરી એમ ચાર નદીઓના કુલ 58 ચેક ડેમો ભરવામાં આવશે આ અંગે ગાંધીનગર ખાતે ધીરુભાઈ ભાયાણીની આગેવાનીમાં પ્રતિષ્ઠિત ખેડૂત આગેવાનોનું પ્રતિનિધિ મંડળ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને સીએમ ભુપેન્દ્ર પટેલને મળ્યું હતું જેમાં મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે અને નજીકના ભવિષ્યમાં જ નર્મદાનું પાણી આલણ સાગરમાં છૉડી ઉપરોક્ત ચારેય નદીઓ વહેતી કરવામાં આવશે જે અનુસંધાને જસદણ ઉપરાંત આજુબાજુના ગામડાઓના કુલ 58 ચેક ડેમોમાં ભરવામાં આવશે આ અંગે મંત્રી કુંવરજીભાઈ બાવળીયા જણાવ્યું હતું કે હાલ હાલ આલણ સાગર ડેમમાં સૌની યોજના ની એક પાઈપ લાઈન છે અને બીજી પણ નખાઈ ચૂકી છે મશીનરી પણ આવી ચૂકી છે તે પણ ટૂંક સમયમાં શરૂ થશે આ ઉપરાંત હાલ ઉગમણી અનૅ આથાણી બંને કેનાલોમાં પાણી છોડી ઉપરોક્ત ચારેય નદીઓમાં પાણી છોડવામાં આવશે જેથી ખેડૂતો શિયાળુ પાક સારી રીતે લઈ શકે તેવું આયોજન હોવાનું અને મુખ્યમંત્રીઍ પણ ખાતરી આપી હોવાનું જણાવ્યું છૅ આ ઉપરાંત કોઈ વિઘ્ન સંતોષી આગેવાનોએ ખેડૂતોને ખોટી રીતે ગુમરાહ ન કરવા અને સૌની યોજનાની સાચી માહિતી આપવા અને ખોટા ઊંબાડિયા ન લેવા અમુક નેતાઓને રૂબરૂ પણ ટકોર કરી હતી