error: This Content is protected !!

જસદણના વડોદ તાલુકા શાળાની શિક્ષણમંત્રી રિવાબા જાડેજાઍ શુભેચ્છા મુલાકાત લીધી બાળકો સાથે વિવિધ રમતૉ પણ રમ્યા

જસદણ તાલુકાની વડોદ તાલુકા શાળામાં ગુજરાત રાજ્ય ના શિક્ષણમંત્રી રિવાબા જાડેજા એ શુભેચ્છા મુલાકાત લીઘી હતી.. શાળાની ભૌતિક અને શૈક્ષણિક પૂછપરછ કરી તમામ માહિતી મેળવેલ અનૅ શાળાના આચાર્ય ગીરીશભાઈ બાવળીયા અને સ્ટાફ મિત્રોના કામ નું નિરીક્ષણ કરેલ હતું સાથે મંત્રી રિવાબા એ બાળકો સાથે વિવિધ રમતો રમીને બાળકો સાથે આનંદ કર્યો હતો બાળકો સાથે વિવિધ વાર્તાલાપ પણ કરેલ વિવિધ સ્પર્ધાઓમાં બાળકોએ મેળવેલ સિદ્ધિઓ વિશે જાણકારી મેળવેલ.શાળાએ મેળવેલ તમામ સિદ્ધિઓ વિશે પણ જાણકારી મેળવેલ હતી. આચાર્ય અને સ્ટાફમિત્રો સાથે વિવિધ શિક્ષણના મુદ્દાઓ વિશે ચર્ચા કરી તમામ ને પ્રોત્સાહિત કરેલ. આ તકે શાળાના આચાર્ય અને સ્ટાફ મિત્રો દ્વારા શિક્ષણ મંત્રી નો આભાર વ્યક્ત કરેલ.