રાજપીપળા ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભમાં વિછીયાની નિશા રાજપરા ઍ ગોલ્ડ મેડલ હાંસલ કરી પંચાળનુ ગૌરવ વધાર્યું
વિછીયાની દિકરી નિશા રાજપરાને ખેલ મહાકુંભમાં ગોલ્ડ મેડલ એનાયત થતા પાંચાળ વિકાસ બોર્ડના પ્રમુખ વિનોદભાઈ વાલાણીએ અભિનંદન પાઠવ્યા હતા
તાજેતરમાં રાજ્ય કક્ષાનો ખેલ મહાકુંભ રાજપીપળા ખાતે યોજાયેલ જેમાં રાજકોટ શહેરની નામાંકિત ધોળકિયા સ્કૂલની વિદ્યાર્થીનીઓએ આર્ચરી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી વિજેતા જાહેર થઈ હતી, જેમાં વિંછીયાની દિકરી નિશાબેન રમેશભાઈ રાજપરાએ અલગ અલગ સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડમ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ મેળવી અનેરી સિદ્ધિ હાંસલ કરી વિંછીયા શહેરનું ગૌરવ વધારવા બદલ પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઈ વાલાણીએ વિંછીયા કોળી સમાજની દિકરી નિશા રાજપરાને પીઠ થાબડી અભિનંદન સાથે ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.