વિંછીયાના અમરાપુર શૈક્ષણિક સંકુલ ખાતે મંત્રી કુંવરજીભાઈ પ્રેરિત શરદપૂનમની પૂર્વ સંધ્યાએ હજારો ખેલૈયાઓ જીગ્નેશ કવિરાજના સુરે ઝુમ્યા
સંકુલના પટાંગણમાં પગ મુકવાની જગ્યા ન હતી માનવ મહેરામણ ઉમટીયૉ હૈયુ હૈયુ દળાયુ રાજકીય સામાજિક આગેવાનો સાધુ-સંતો પણ ઉપસ્થિત રહ્યા
વિંછીયા તાલુકા ના અમરાપુર શ્રી શૈક્ષણિક સંકુલ ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા પ્રેરિત શરદપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ ભવ્ય રાસોત્સવ યૉજાયૉ હતૉ શરદપૂનમૅ ખીર પૌવા અને જગદંબાની ભક્તિ આરાધના સાથે રાસ ગરબાનું અનેરૂ મહત્વ છે આ રાસ ગરબા ના કાર્યક્રમમાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો સંકુલ પટાંગણમાં પગ મુકવાની પણ જગ્યા ન હતી અને હૈયે હૈયુ દળાયુ હોય ત્યારે પ્રકારનો માહોલ જામ્યો હતો આશરે 3000થી વધુ ખેલૈયાઓ જીગ્નેશ કવિરાજના સુરે રાસ ગરબે ઝૂમ્યા હતા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા દ્વારા સતત ચોથા વર્ષે પણ ગ્રામ્ય વિસ્તારના ગરબા રસિયાઓ ખેલૈયાઓ માટે વિનામૂલ્યે શરદ પૂર્ણિમા રાસ ગરબા નું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સતત ચોથા વર્ષે રાસોત્સવનું આયોજન કરવાનૉ મુખ્ય ઉદ્દેશ એ છે કે શહેરી વિસ્તારના પાર્ટી પ્લોટમાં થતા મોંઘા ગરબામાં ગ્રામ્ય વિસ્તારના, મધ્યમ વર્ગ અને પછાત વર્ગના દીકરા-દીકરીઓ આર્થિક પરિસ્થિતિને કારણે ભાગ લઈ શકતા નથી. જેથી ગ્રામ્ય વિસ્તારના લોકો પણ શહેર જેવા ભવ્ય ગરબાનો લાભ વિનામૂલ્યે લઈ શકે તે માટે આ આયોજન કરાય છે.
આ રાસોત્સવમાં આસપાસના વિસ્તારના દીકરા-દીકરીઓ અને ગરબા રસિયાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ગરબા માટેનું મેદાન પણ ટૂંકું પડ્યું હતું. આયોજકો દ્વારા વેલ ડ્રેસ અને વેલ પ્લે જેવી સ્પર્ધાઓ યોજી વિજેતાઓને ભવ્ય ઇનામો આપવામાં આવ્યા હતા.
જાણીતા ગુજરાતી ગાયક કલાકાર જીગ્નેશ કવિરાજના સૂરે ખેલૈયાઓ મોડી રાત સુધી ઝૂમી ઉઠ્યા હતા. આશરે 3000થી વધુ ખેલૈયાઓએ આ રાસોત્સવમાં ભાગ લીધો હતો.
આ પ્રસંગે રાજકીય સામાજિક આગેવાનો સંતો-મહંતો અને મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા