error: This Content is protected !!

શિવરાજપુર હત્યાકાંડમાં નવો મૉડ પુરાવાનો નાશ કરવા પલટી મારેલ છોટા હાથીનૅ કાંડી ચાપી સળગાવાયું પોલીસે જીણવટ ભરી તપાસ હાથ ધરી

જસદણના શિવરાજપુર ગામે થયેલી છગનભાઈ ઝાપડીયાની હત્યાના મામલે હવે એક ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે. આ હિંસક ઘટનામાં પુરાવાનો નાશ કરવાના ઈરાદે ગુનામાં વપરાયેલા વાહનને સળગાવી દેવામાં આવ્યું હોવાની લોકમુખે જોરશોરથી ચર્ચા ચાલી રહી છે.

હત્યાના સમયે હુમલાખોરોએ મૃતક છગનભાઈ ઝાપડીયા પર છોટા હાથી ટેમ્પો ચડાવી દઈ જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ હિંસક ઝપાઝપી અને હુમલા દરમિયાન ટેમ્પો ઘટનાસ્થળ નજીક જ પલટી મારી ગયો હતો. જોકે, આ ઘટનાના થોડા સમય બાદ અજાણ્યા શખ્સોએ આ ટેમ્પોને સળગાવી દીધો હોવાનું સામે આવ્યું છે.સ્થાનિક સ્તરે એવી પ્રબળ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ટેમ્પો દ્વારા કરવામાં આવેલા હુમલાના પુરાવાઓ ફોરેન્સિક તપાસમાં સામે ન

આવે તે માટે આ કૃત્ય આચરવામાં આવ્યું છે. ટેમ્પો સળગાવી દેવા પાછળ કોઈ પૂર્વ આયોજિત કાવતરું હોવાની શક્યતા પણ નકારી શકાતી નથી.

આ મામલે જસદણ પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. પોલીસ હવે એ

દિશામાં તપાસ કરી રહી છે કે, ટેમ્પો સળગાવનાર અજાણ્યા શખ્સો કોણ હતા શું આ માત્ર અકસ્માતને અંજામ આપવાનો પ્રયાસ હતો કે હત્યાનું સુનિયોજિત કાવતરું અવશેષોના આધારે પુરાવા એકત્ર કરવાની તજવીજ હાથ ધરાઈ છે.