જસદણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા આવતી કાલથી ચણાની ખરીદી શરૂ ઉભા પાલમાં લેવામાં આવશે
જસદણ દરબાર સાહેબ શ્રી શિવરાજ કુમાર ખાચર માર્કેટિંગ યાર્ડ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા સબંધકર્તા સર્વેને જણાવવામા આવ્યું છે કે આવતીકાલે તા:૧૭/૦૨/૨૦૨૬ ને મંગળવાર ના રોજ થી ચણાની હરરાજી શરૂ કરવામાં આવશે અનૅ તૅ ઉભા પાલમા લેવામાં આવશે
ચણાના પાલ દુકાન નં.૮૨ ની પાછળ થી નાની દિવાલ સાઈડ બે લાઇન મા ચણા ના પાલના વાહનો ઊભા રાખવાના રહેશે. તેની હરરાજી ત્યાજ સવારના ૯:૦૦ વાગ્યા થી લેવામાં આવશે આ ઉપરાંત
કપાસ ના પાલ દુકાન નં.૮૨ ની પાછળ થી દુકાનોની દિવાલ સાઈડ એક લાઈન માં કપાસ ના પાલના વાહનો ઊભા રાખવાના રહેશે. જેની સર્વેએ ખાસ નોંધ લેવા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે