દારૂડિયા પતિનો દારૂ ઢોળાઈ જતાં રાક્ષસ બન્યો પત્નીને એસીડ પીવડાવી હત્યાનો પ્રયાસ પ્રેમ લગ્ન કરનાર પરણીતાને પ્રેમને બદલે એસિડનો ઘૂંટડો મળ્યો
જામકંડોરણાના ચિત્રવડ ગામના બેવફા પતિનો હચમચાવતો કિસ્સો પ્રેમલગ્ન કરનાર પરિણીતાને પ્રેમને બદલે એસિડનો ઘૂંટડો મળ્યો મૉડી રાતે દારૂની બોટલ સાથે ઘરે આવેલ પતિએ સવારે ઉઠીને જોયું તો દારૂ ઢોળાય ગયૅલ હતો, પત્ની પર શંકા કરી ઢસડીને બેફામ મારમારી હુમલો કર્યોહતો 30 વર્ષીય પરિણીતા ગંભીર રીતે ઘાયલ થતાં સારવારમાં ખસેડાઈ છૅ પોલીસે હત્યાનો પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધો છૅ જામકંડોરણાના ચિત્રાવડ ગામના બેવફા પતિનો હચમચાવી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. દારૂડિયા પતિનો દારૂ ઢોળાઈ જતાં પત્નીને એસીડ પીવડાવી હત્યાનો પ્રયાસ કરતાં પોલીસ દોડી ગઈ હતી અને રાક્ષસી પતિ સામે હત્યાનો પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધો હતો.મોડી રાતે દારૂની બોટલ સાથે ઘરે આવેલ પતિએ સવારે જાગીને જોયું તો તેનો શરાબ ઢોળાઈ ગયેલ હતો, પત્ની પર શંકા કરી ઢસડીને બેફામ મારમારી જીવલેણ હુમલો કરતાં 30 વર્ષીય પરિણીતા ગંભીર રીતે ઘાયલ થતાં સારવારમાં ખસેડાઈ હતી