મોટા દડવા નજીકના રામોદમાં ડીઓ બાંધતા વીજ શોક લગતા જીઇબી ના કર્મચારી લાલસીંગભાઇના મોત મામલે કંપનીના માલીક સામે સાપરાધ મનુષ્યવધનૉ ગુનો નોંધાયો
જયોતીગ્રામ ફિડરનો ગૅર કાયદેસર પાવર ખેતીવાડી ફિડરમાં જોડાણ કરી લીધો હતૉ ડીઓ બાંધતી વખતે બંધલાઇનમાં જયોતિગ્રામનો પાવર આવી ગયો ચૉરી લોભને કારણે નિર્દોષૅ જીવ ગુમાવ્યું
મોટા દડવા ગામ નજીકના રામોદગામની સીમમાં ટ્રાન્સફોર્મરમાં ડીઓ બાંધવાની કામગીરી સમયે ખેતીવાડી ફિડર લાઈન બંધ કરાવી હોવા છતા જયોતિગ્રામ ફિડરનો પાવર ખેતીવાડી ફિડરમાં આવી જતા વીજશોક લાગતા લાલસીંગ ભાઈ સબુરભાઈ પલાસનું મૃત્યુ નિપજયુ હતુ જે મામલે બેદરકારી બદલ પોલીસ રામોદના ફેકટરી માલીક સામે કોટડા સાંગાણી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે
કોટડા સાંગાણી પોલીસે આ અંગે રાજકોટના કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલ પાછળ અમૃતનગમાં નિર્માણ રેસીડન્સીમાં રહેતા અને કોટડા સાંગાણી પીજીવીસીએલ કચેરીમાં નાયબ ઈજનેર તરીકે નોકરી કરતા દિપકભાઈ ભગવાનજીભાઈ ધ્રાંગા (ઉ.વ.૪૨)ની ફરીયાદ પરથી આવેલી ન્યાલ કરતા ઇન્ડસ્ટ્રીઝ ગોવિંદભાઇ રામાણી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. પોલીસે જણાવ્યુ કે આરોપીએ તેની માલીકીની ન્યાલકરતા ઈન્ડસ્ટ્રીઝમાં અને ખેતી વાડીમાં વધુ સમય માટે વિજ વપરાશ કરવા માટે જયોતિગ્રામ ફિડરનો પાવર ખેતીવાડી ફિડરમાં વીજ જોડાળ કરી લીધો હતો. જે વીજપાવર અન્ય ફિડરમાં જશે તો કોઈનું મૃત્યુ થઈ શકે તેમ જાણવા છતા બેદરકારી દાખવી વીજપાવરનું જોડાણ કર્યું હતું.
આથી ગઈ તા.૮/૧૦/૨૬ના ખેતીવાડી ફિડરલાઈન બંધ કરાવી લાલીસીંગભાઈ પલાસ ટ્રાન્સફોર્મર ડીઓ બાંધવાની કામગીરી કરતા હતા. ત્યારે અચાનક જયોતિગ્રામ ફિડરનો પાવર ખેતીવાડી ફિડરમાં આવી જતા વીજશોકથી મૃત્યુ નિપજયું હતું