error: This Content is protected !!

મૉટાદડવા નજીકના રામોદ ગામૅ સામુ જોવા બાબતે રાજકોટના ઍડવૉકૅટ ઉપર પિતા પુત્ર સહિતના ઑઍ ધોકા વડૅ હૂમલો કર્યો

સાગરભાઇ મામાના ગામે મનસુખભાઈ ના પિતાના બેસણામાં ગયા હતા સામુ જોવાના મુદ્દે ડખ્ખો પિતા-પુત્ર સહિત ૪ સામે કોટડાસાંગાણી પોલીસમાં ગુન્હો

 

 

મૉટાદડવા નજીકના કોટડાસાંગાણીના રામોદ ગામે બેસણામાં ગયેલા એડવોકેટ પર જેતપુરના પિતા-પુત્ર સહિત ચારે ધોકા વડે હુમલો કરી ઇજા કર્યાની કોટડાસાંગાણી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

આ મામલે રાજકોટના રેલનગરમાં રહેતા અને વિકલાત કરતા સારગભાઈ સુરેશભાઈ ભોણીયા ઉ.૨૯)એ જેતપુરના મહેશ સોલંકી તેના પુત્ર દિપક તેના પત્ની રમાબેન અને દિપકના સસરા સામે નોધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તે ગઇકાલે રામોદ ગામે તેના પરીચીત મનસુખભાઈ રાઠોડ ના પિતાના

બેસણામાં ગયા હતા. આ સમયે મામાના ઘરે રોકાયા હતા. તે ઘર પાસે બેઠા હતા ત્યારે તેની પાસેથી પસાર થતા આરોપી દિપક તુ મારી સામે કેમ જુએ છે તેમ કહેતા તેને તે તારૂ કામ કરે તેમ જવાબ આપતા આરોપીઓએ ઉશ્કેરાઈ તેને ગાળો દઈ ધોકા વડે હુમલો કરી ઇજા કરી હતી. કોટડાસાંગાણી પોલીસે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે