જસદણના જીવાપરની સીમમાં આડા સંબંધની શંકાએ વાડી માલિક પર ભાગીયાના પરિવારનો હિંચકારા હુમલા અંગૅ ગુનો નોંધાયો
વાડી માલિક પર ભાગીયાના પરિવારે હુમલો કર્યો હતો તેમજ પરિણીતાને પણ મારમાર્યો હતો. જે અંગે અંગેની ફરિયાદ પરથી આટકોટ પોલીસે ટોળા સામે રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. આ ઘટનાનો વીડિયો પણ -વાઈરલ થયો હતો.
બનાવ અંગે જસદણના જીવાપરમાં રહેતા જયસુખભાઈ મીઠાભાઈ બોદર(ઉ.વ. ૪૭) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરના વતની રાકેશ રમેશ બામણીયા, રાકેશનો ભાઈ ચતુર, મુકેશ, રાકેશનો સૌથી મોટો ભાઈ, રાકેશની પત્ની અને અજાણ્યા ૨૦ જેટલા શખસોના નામ આપી જણાવ્યું હતું કે, ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે સંતાનમાં બે પુત્ર છે જે બેને સુરત રહે છે. જયસુખભાઈ અને તેમના પત્ની સુરત અને
અહીં મૂળ વતન જીવાપર ખાતે રહે છે. જીવાપરની સીમમાં ૪૦ વીઘા જમીન છે જેમાંથી ૨૦ વીઘા જેટલી જમીન જમીન રાકેશ રમેશભાઈ બામણીયાને ભાગમાં વાવવા માટે આપી છે. ગઈ તા. ૧૦ ના સાંજના ચારેક વાગ્યે જયસુખભાઈ વાડીએ ગયા હતા ત્યારે વાડીયૅ કોઈ નજરે ન પડતા તેમણે પોતાના ભાગીયા રાકેશને ફૉન કરી કહ્યું હતું કે, તમે બધા ક્યાં ગયા છો, જેથી તેણે કહ્યું હતું કે, હું મારા સાળા માંગીલાલ ભુરીયાની વાડીએ ભજીયા ખાવા માટે ગયો છું. જયસુખભાઈના મોટાભાઈ પ્રવીણભાઈની વાડીએ માંગીલાલે ભાગ્યું રાખ્યું હોય જેથી તેઓ તેને ઓળખતા માટે મંગીલાલને ફોન કરી રાકેશ તેની વાડીએ
છીએ કે કેમ તે અંગે ખરાઈ કરતા મંગીલાલે જણાવ્યું હતું કે, રાકેશને તેની પત્ની રમીલા સાથે રાત્રીના ઝઘડો થયો છે, જેથી રમીલાબેનને રાત્રે હું મારી વાડીએ લઈ આવ્યો છું અને રાકેશ અહીં આવ્યો નથી તેવી મંગીલાલે વાત કરી હતી બાદમાં જયસુખભાઈ પોતાનું બાઈક લઈ તેના ભાઈની વાડીએ ગયા હતા જ્યાં માંગીલાલે કહ્યું હતું કે રમીલાબેનને તમે તમારી વાડીએ લઈ જાવ જેથી જયસુખભાઈ રમીલાબેનને બાઈક માં બેસાડી પોતાની વાડીએ લઈ જતા હતા ત્યારે અહીં રાકેશ હાજર હોય અને તેને તેની પત્ની સાથે કોઈ ઝઘડો ન કરવાની સલાહ આપી જયસુખભાઈ જતા રહ્યા હતા. બીજા દિવસે તા. ૧૧ ના બપોરના સાડા ત્રણેક વાગ્યે આસપાસ જયસુખભાઈ
બાઇક લઈને વાડીએ ગયા હતા ત્યારે રાકૅશ વાડીએ ન હતો પરંતુ તેની પત્ની રમીલા અને રમીલાબેનનો ભત્રીજો કમલેશ વાડીએ હતાં. જયસુખભાઈ અહીં વાડીએ આવેલા મકાનમાં ફળિયામાં ખાટલે બેઠા હતા ત્યારે ચારેક વાગ્યે રાકેશ તેના ભાઈઓ સહિતનાઓ અહીં ધસી આવ્યા હતા અને જયસુખભાઈને રાકેશની પત્ની સાથે આડા સંબંધ હોવાની શંકા કરી ગાળો બોલી તેમને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. રાકશેની પત્ની રમીલાને પણ આ શખસોએ મારમાર્યો હતો. દરમિયાન ફરિયાદીના મોટાભાઈ પ્રવીણભાઈ તથા કુટુંબી કાકા કિશોરભાઈ અહીં આવી જતા તેમને મારામાંથી બચાવ્યા હતા અને ત્યારબાદ તેમને ૧૦૮ મારફત સારવાર માટે જસદણ
સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગેની ફરીયાદ પરથી આટકોટ પોલીસે રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંપી જરૂરી કાર્યવાહી કરી હતી. બનાવા અંગે વધુ તપાસ પીઆઈ આર.એસ. સાકરીયા ચલાવી રહ્યા છે.