error: This Content is protected !!

વાસાવડ નજીકના માં રાંદલ મંદિરમાં અન્નક્ષેત્ર ચાલે છે નવરાત્રીમાં દશેરા નો યજ્ઞ થાય છે ગોયણી જમાડાય છે, બટુક ભોજન, થાળ કરી શકાય છે.

વાસાવડ નજીકના રાંદલના દડવા ગામે માં રવિ રાંદલના મંદિરમાં વિના મૂલ્યે દરરોજ અન્નક્ષેત્ર પણ ચાલે છે. અને હજારોની સંખ્યામા માતા રાંદલના ભકતો પ્રસાદ લઈને ધન્યતા અનુભવે છે

મહંત શ્રી પ્રતાપપ્રગટ. એસ. ગોસાઈ પૂજારી તરીકે બિરાજમના છે સુંદર શણગાર દર્શન કરાવી લાખો લોકો શ્રાદ્ધથી ઘરબેઠા દર્શન પણ કરાવી રહ્યા છે.

દડવા રાંદલ ધામમાં આરતીના દર્શન કરવા એ દિવ્‍યાનુભૂતિ સમાન છે. હાલમાં અહીં સવારે પાંચ વાગ્‍યે અને સાંજે સાત વાગ્‍યે આરતી થાય છે. પ્રાચીન પરંપરા જાળવીને આરતી કરવામાં આવે છે. શંખ - ઢોલ - નગારા - ઘંટના દિવ્‍ય ધ્‍વનિ સાથે ૩૦ થી ૩૫ મિનિટ સુધી આરતી ચાલે છે. આરતી સમયે માતાજીનું તેજોમય સ્‍વરૂપ અતિ તેજથી ઝળહળે છે. આ દર્શનનો લ્‍હાવો લેવા જેવો છે.બુદ્ધિની હદ પૂરી થાય ત્‍યાં શ્રધ્‍ધાના સિમાડા શરૂ થાય છે. 

રાંદલ માતાજીના મંદિરમાં એવી અનેક ઘટનાઓ બની છે, અને હાલ બને છે જે બુદ્ધિથી પર છૅ