error: This Content is protected !!

આટકોટના મોટા દડવા ગામની સીમમાં જુગાર રતા સાત બાજીગર ઝડપાયા રૂરલ એલસીબીનૉ દરોડો રૂા.૫.૪૨ લાખનો મુદ્દામાલ કબજે

બાબરા માણેકવાડા સરધાર વીરનગર મોટા દડવા સહિતના વિસ્તારોમાંથી જુગટું રમવા આવ્યા હતા અને પોલીસ ત્રાટકી   

 

 

રૂરલ એલ.સી.બી.એ આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારના મોટા દડવા ગામની સીમમાં દરોડો પાડી ખેતરની ઓરડીમાં ચાલતું જુગારધામ ઝડપી પડ્યું ૭ બાજીગરૉને રૂા. ૫.૪૨ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા

 રેન્જ આઇજી નિર્લિપ્ત રાય જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની દારૂ-જુગાર નાબૂદીની ઝુંબેશ હેઠળ એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે મોટા દડવામાં રહેતા લાલજીભાઈ પોતાની વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી નાળ ઉઘરાવી તીનપત્તીનો જુગાર રમાડે છે. બાતમીના આધારે એલસીબી સ્ટાફે દરોડો પાડી સાત શખસોને દબોચી લીધા હતા. જૅમા મોટા દડવા સરધાર માણેકવાડા વિરનગર બાબરા સહિતના વિસ્તારોમાંથી જુગાર રમવા આવેલ સાત શખ્સોને ઝડપી લીધા હતા પટ માંથી રોકડ રૂા.૭૨,૦૦૦, ૮ મોબાઈલ કિ.રૂા

૬૦,૫૦૦ અને ૪ વાહનો કિ.રૂા. ૪.૧૦,૦૦૦ મળી કુલ રૂા.૫,૪૨,૫૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા હતા. આ કામગીરી એલસીબી પીઆઈ જે.પી. રાવ, પીએસઆઈ કે.એમ. ચાવડા, એચ.સી. ગોહિલ, આર.વી. ભીમાણી, પી.એન ભરવાડ સહિતની ટીમે કરી હતી. આરોપીઓ સામે આટકોટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.