error: This Content is protected !!

ગાંધીનગર ખાતે કાઠીયાવાડ શૈક્ષણિક ભવનના લોકાર્પણ પ્રસંગે જસદણ થી કાઠી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શુભ ઘડીના સાક્ષી બન્યા

જસદણનુ જાગતું પિરાણુ જયતા બાપુની જગ્યાએથી બસ તથા આદિત્ય ગેસ્ટ હાઉસ ખાતેથી કાર મારફતે આગેવાનો ગાંધીનગર પહોંચ્યા

 

 

 ગાંધીનગર ખાતૅ ભવ્ય કાઠિયાવાડ શૈક્ષણિક ભવનના લોકાર્પણના શુભ પ્રસંગે જસદણ ના કાઠી સમાજના આગેવાનો કાર અને બસ મારફતે જસદણનું જાગતું પિરાણુ જયતા બાપુ ની જગ્યાએથી તથા હોટલ આદિત્ય ગેસ્ટ હાઉસ થી ક્ષત્રિય સમાજના બાળકો ને રહેવા જમવાની તથા શિક્ષણની સુવિધા ના ઐતહાસિક પ્રસંગના સાક્ષી બનવા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાઠી સમાજના દીકરા દીકરીઓ ઉજ્વળ ભવિષ્યની શુભ ઘડીને વધાવવા ગાંધીનગરમાં આજે જસદણ કાઠી સમાજ અને આજુબાજુ ગામ થી મોટી સંખ્યા લોકો આજે ગાંધી નગર પહોંચ્યા છે જસદણ કાઠી સમાજ આગેવાનો ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તથા કોર્પોરેટર અશોકભાઈ ધાધલ પાલિકાના કોર્પોરેટર ગભરુભાઈ ધાધલ યુવા ભાજપના પ્રમુખ હર્દિપભાઈ પટગીર પૂર્વ નગર સેવક અને ભાજપના પૂર્વ મહામંત્રી રાજુભાઈ ધાધલ ડી એસ વી કે હાઈસ્કૂલના પૂર્વ આચાર્ય બાબુભાઈ બોરીચા શિક્ષણવિદ 

 શિવરાજભાઈ ખાચર સુરેશભાઈ ખાચર વિશુભાઈ ધાધલ અનકભાઇ રાણપરડા વાળા ગજુભાઈ ત્રબોડ વાળા સામતભાઇ બસિયા નિવૃત પી આઈ રાજદીપભાઈ ખાચર તલાટી મંત્રી લીલાપુર ભરતભાઈ ખાચર અલ્કેશભાઇ ધાધલ ભાજપ અગ્રણી વિઠ્ઠલભાઈ સખીયા સહિતનાઑ બસ તથા કાર મારફતે ગાંધીનગર પહોંચી કાઠીયાવાડ શૈક્ષણિક ભવનના લોકાર્પણના સાક્ષી બન્યા હતા