error: This Content is protected !!

મોટા દડવાની હમીરપુર કન્યાશાળામાં આગ લાગે ત્યારે સ્વ બચાવ કઇરીતે થઇશકે મોકડ્રિલ યોજી બાળકોને માર્ગદર્શન અપાયું

રિપોર્ટ બ્રિજેશ વેગડા મોટાદડવા આટકોટ નજીકના મોટાદડવા ગામની હમીરપુરા કન્યાશાળામાં આગની આપત્તિ વખતે સ્વબચાવ કઈ રીતે કરી શકાય અને આગમાં સપડાયા હોય તેમને કઈ રીતે બચાવી શકાય તે સહિતની તાલીમ અને માર્ગદર્શન આપવા ખાસ મોકડ્રીલ યોજવામાં આવી હતી. બાળકોએ આગ લાગે ત્યારે શું કરવું અને શું ન કરવું તેની સાધનો અને તેના ઉપયોગની શીખ સાથે માહિતી મેળવી હતી. હમીપરપુરા કન્યા કુમાર શાળા તેમજ બાલમંદિરના બાળકોને ફાયરના સાધનો કેવી રીતે કામ કરે છે તેની સમજ અપાઈ હતી. ઘરે કે અન્ય જગ્યાએ કોઈ આકસ્મિક બનાવ બને તો સ્વરક્ષણ કેવી રીતે મેળવવું તેમજ પાવડર, પાણીની બોટલ તેમજ રેતી ભરેલી ડોલ આગ સામે રક્ષણ કઈ રીતે આપી શકે તેની ડેમો સાથે સમજ આપવામાં આવી હતી