જસદણ શહેર ભાજપ દ્વારા કાલે સવારે 10: કલાકે ચિતલીયા રોડ વિશાલ ભુવાની વાડી ખાતે મન કી બાત સાથૅ ટિફિન બેઠક યૉજાશૅ
ભાજપના તમામ મોરચાના હોદ્દેદારો પાલિકાના સદસ્યો વરિષ્ઠ આગેવાનો અને કાર્યકર મિત્રોએ અચૂક ઉપસ્થિત રહેવા વિજય રાઠોડનો અનુરોધ
જસદણ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના મન કી બાત કાર્યક્રમનું સામૂહિક શ્રવણ અને ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી - જસદણના તમામ હોદ્દેદારો, સભ્યો, નગરપાલિકાના સભ્યો, વરિષ્ઠ આગેવાનો તથા વિવિધ મોરચાના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓએ પોતાનું ટિફિન સાથે લઈને સમયસર ઉપસ્થિત રહેવા જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ એ અનુરોધ કર્યો છે તારીખ ૨૫-૧૦-૨૦૨૬ નૅ રવિવાર સમય સવારે ૧૦:૦૦ વાગ્યે સ્થળ ચિતલીયા કુવા રોડ, ક્રિષ્ના સ્કૂલની સામે, જસદણ સદસ્ય પ્રતિનિધિ વિશાલભાઈ ભુવાની વાડી રાખવામાં આવેલ છે તો દરેક હોદ્દેદારો કાર્યકર મિત્રોએ અચૂક હાજરી આપવા ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ ની યાદીમાં જણાવ્યું છે