error: This Content is protected !!

જસદણના કાસલોલિયા બાબરાના લાલકા ગંગેશ્વરની સીમમાં સાવજની ડણક સંભળાતા ખેડૂતો પશુપાલકોમાં ફફડાટ ગાય વાછરડીનું મારણ કર્યું વન વિભાગૅ પાંજરૂ ગોઠવ્યું

જસદણ બાબરા પંથકના સીમ વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વનરાજની હાજરીને પગલે સ્થાનિકોમાં -ફફડાટ વ્યાપી ગયો છે. ખાસ કરીને બાબરાના લાલકા પાસે અને જસદણના કાસલોલિયા ગામની સીમમાં સિંહ દેખાયો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વહેતો થતાં સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાયો છે, અને ખાસ કરીને રાતે પાણી વાળવા જતાં ખેડૂતો રીતસર ભયથી થથરી રહ્યા છે.

કાસલોલિયા ગામ નજીક સિંહે એક ગાય અને એક વાછરડીનું મારણ કર્યું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ સિંહ લાલકા ગંગેશ્વર ધામ - નજીકના વીડી વિસ્તારમાંથી આવ્યો હોવાનો અંદાજ -છે. છેલ્લા બે દિવસથી લાલકા અને કાસલોલિયાની - સીમમાં સિંહની હલચલ જોવા મળી રહી છે, જેના - કારણે ખેતરમાં રાત્રિ રોકાણ કરતા અને પશુપાલન કરતા ખેડૂતોમાં ભારે ભય જોવા મળી રહ્યો છે.

સિંહની હાજરીના સગડ મળતાં સ્થાનિકોમાં ભયનું લખલખું પ્રસરી જવા પામ્યું છે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી.

વન વિભાગ દ્વારા સિંહના ફૂટપ્રિન્ટ્સ અને હલચલના આધારે તપાસ તેજ કરવામાં આવી છે. સિંહને પકડવા માટે વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવાની અને અન્ય તજવીજ હાથ ધરવામાં આવી છે. વન વિભાગે ગ્રામજનોને રાત્રિ દરમિયાન સતર્ક રહેવા અને પશુઓને ખુલ્લા મેદાનમાં ન બાંધવા માટે ખાસ અપીલ કરી છે. ખેતરોમાં કામ કરતા મજૂરો અને ખેડૂતોને પણ સમૂહમાં રહેવા અને સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું છે. વન વિભાગની ટીમ દ્વારા આ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.