શિવરાજપુરની લોહિયાળ ઘટનામાં મૃતક સામે ગુનો નોંધાયો પશુપાલક અને તેના પરિવારને સમાધાન માટે બોલાવી ટોળાએ જીવલેણ હુમલો કર્યો તો. વળતી ફરિયાદ દાખલ
જસદણ પોલીસે બંને જૂથના 13 શખ્સો સામે ગુના નોંધી કાર્યવાહી કરેલ હતી જેમાં હડમતિયાના પૌઢની હત્યા અને બે આરોપી ગંભીર રીતે ઘાયલ થતા હાલ સારવારમાં
જસદણ તાલુકાના શિવરાજપુર ગામની લોહિયાળ ઘટનામાં મૃતક સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાતા ખળભળાટ મોચી ગયો હતો શિવરાજપુરના પશુપાલક અને તેના પરિવારને સમાધાન માટે બોલાવી ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો જેમાં વળતી ફરિયાદ દાખલ કરવામાં આવી છે ફરિયાદ નોંધાયા બાદ નારણ રાજા મુંધવા (ઉ.વ.૪૫, રહે. જસદણ)એ છગનભાઈ ઝાપડીયા, તેના બે પુત્રો નિલેશ, શૈલેષ, જયંતી છના સરીયા અને આઠેક અજાણ્યા હત્યાનો પ્રયાસ કર્યાની વળતી ફરિયાદ જસદણ પોલીસ મથકમાં થઈ છે.
નારણ મુંધવાએ પોલીસને જણાવ્યુ હતુ કૅ, તે તેના કૌટુંબીક ભાઈનો દીકરો સાગર નથુ મુંધવા, વજા રઘુ મુંધવા તેમજ ગભરુ સહિતનાઓ શિવરાજપુર ગામે કાળીકશ વિસ્તારમાં હથિયારો સાથે ઉભેલા છગન, તેના વિસ્તારમાં સમાધાન માટે જતાં અગાઉથી -બે પુત્રો નિલેશ, શૈલેષ, જયંતી સરીયા
જસદણ પોલીસ મથકમાં વળતી ફરીયાદ નોંધાઇ અને આઠેક અજાણ્યા શખ્સો સાથે તેમની માથાકૂટ થઈ હતી.
જેમાં આરોપીઓએ હું તમને પતાવી દઇશ તેમ કહીં ધારીયાનો ઘા ઝીંકી દેતા તે પડી ગયો હતો. જે જોઈને વજાએ છરીથી છગનભાઈ અને નીલેશ પર હુમલો કરતા છગનભાઈ પડી ગયા હતા. બીજી તરફ ટોળું તેની તરફ દોડતાં તે ડરી ત્યાંથી જતાં રહ્યા હતા. આ ઘટનામાં તેને જડબાનાં ભાગે ગંભીર ઈજા થતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા