error: This Content is protected !!

વિંછીયા તાલુકાના ગોરૈયા ગામૅ મોટા ભાઈના મૃત્યુના બે મહિના બાદ ૧૬ વર્ષની શિવાનીનુ મૉત બે માસમાં બે ભાંડરડા ગુમાવતા પરિવારમાં કાળો કલ્પાંક સર્જાયો

વિંછીયા તાલુકાના ગોરૈયા ગામે એક પરિવારે બે મહિના પહેલા દિકરો ગુમાવ્યા બાદ હવે સોળ વર્ષની દિકરીનું મોત થતાં કલ્પાંત સર્જાયો છે સોળ વર્ષની બાળા ઘરે બેભાન થઈ જતાં સારવાર માટે રાજકોટ ખસેડાઈ હતી પરંતુ અહિ મૃત્યુ થયું હતું

જાણવા મળ્યા મુજબ ગોરૈયા ગામે રહેતી શિવાની મોહનભાઈ વાઘેલા (ઉ.વ.૧૬) મોડી રાતે બેભાન થઈ જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ ચોકીના સ્ટાકે વિછીયા પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર શિવાની બે બહેન અને એકભાઈમાં વચેટ હતી. પરિવારજનોના કહેવા મુજબ બે મહિના પહેલા જ શિવાનીના મોટા ભાઈ નિતીનનું મૃત્યુ થયું હતું. તેને બિમારી હોઈ બેભાન થઈ ગયા બાદ દમ તોડી દીધો હતો.

શિવાનીને પણ કફ ભરાઈ ગયો હોઈ તેની દવા સારવાર ચાલુ હતી. બે દિવસ પહેલા જ રાજકોટ ઝનાના હોસ્પિટલના બાળકોના વિભાગભાં શિવાનીની સારવાર કરાવાઈ હતી. રજા બાદ ઘરે હતાં ત્યાં ગત ફરીથી સારવાર માટે રાજકોટ ખસેડાઈ

હતી. પરંતુ મૃત્યુ થયું હતું. વિંછીયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બે મહિનામાં બે ભાંડરડા ગુમાવતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે