વિંછીયા કન્યા પ્રાથમિક શાળા 2 ખાતૅ વિશ્વ માતૃભાષા દિવસ અંતર્ગત માતૃભાષા મહોત્સવ ની રંગે ચંગે ઉજવણી સાહિત્ય અકાદમી અને શાળા દ્વારા સંપન
વીંછીયા ની પ્રાથમિક શાળા ખાતે 21 મી ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને શ્રી વિંછીયા કન્યા પ્રાથમિક શાળા નંબર - ૨ વિંછીયાના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત માતૃભાષા મહોત્સવ 2026 'મળી માતૃભાષા મને ગુજરાતી' એવા સુંદર શીર્ષક હેઠળ ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ડૉ. ભાગ્ય જહાની પ્રેરણાથી તારીખ 16/02/2026ને સવારે 10:30 કલાકે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી કલ્યાણભાઈ ધોરિયા તેમજ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે શ્રી લલિતભાઈ મોણપરા અને શ્રી વિનોદભાઈ જમોડ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શુભ શરૂઆત સમૂહ પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. પ્રાર્થના બાદ આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ મંચસ્થ મહાનુભવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાના આચાર્યશ્રી ગણપતભાઈ મંડલી દ્વારા મુખ્ય વક્તા તથા અતિથિ વિશેષનો પરિચય આપી શાબ્દિક સ્વાગત તથા પુસ્તક તેમજ પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જહા દ્વારા માતૃભાષા મહોત્સવ અંતર્ગત શુભેચ્છા દર્શક સંદેશ ઓડિયો ક્લિપના માધ્યમથી સાંભળવામાં આવ્યો હતો. શાળાના શિક્ષક શ્રી રમેશભાઈ સાસુકિયા એ પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું. ત્યારબાદ મુખ્ય વક્તા તરીકે શ્રી વિનોદભાઈ જમોડ અને શ્રી લલિતભાઈ મોણપર એ માતૃભાષાનો વૈભવ અને ગૌરવ વિષયને અનુલક્ષીને સુંદર વક્તવ્ય આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું વ્યવસ્થિત અને આયોજનપૂર્વક સંચાલન શ્રી બાબુભાઈ મેર દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમમાં સંયોજક તરીકે શ્રી ગણપતભાઈ મંડલી એ કામગીરી ભજવી હતી. કાર્યક્રમના અંતે સરસ નાસ્તા નું આયોજન કરેલ હતું. આમ વિશ્વ માતૃભાષા દિવસની ખુબ જ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી