પાંચાળમાંથી હજારો શ્રદ્ધાળુઓની દ્વારકા પદયાત્રા શરૂ ,સતરંગ ધામથી મહંત પ્રેમજી ભગત અને વિનોદભાઈ વાલાણીએ ભક્તોને ખેસ પહેરાવી ભક્તિમય પ્રસ્થાન કરાવ્યું.
પાંચાળ પ્રદેશમાંથી હજારો શ્રદ્ધાળુઓ ભગવાન શ્રીકૃષ્ણની પાવન ભૂમિ દ્વારકા તરફ પગપાળા પદયાત્રા માટે ભક્તિભાવપૂર્વક નીકળ્યા છે. લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર ગણાતા સતરંગ ધામથી પદયાત્રા સંઘને ધાર્મિક વિધિ અને મંગલાચાર સાથે વિધિવત પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહંત પ્રેમજી ભગતે યાત્રાળુઓને આશીર્વાદ આપતાં યાત્રા દરમ્યાન શિસ્ત, સેવા અને સંકલ્પ સાથે આગળ વધવા સંદેશ આપ્યો હતો. પાંચાળ વિકાસ બોર્ડના પ્રમુખ વિનોદભાઈ વાલાણીએ શ્રી કૃષ્ણના ખેસ પહેરાવી પદ યાત્રાળુઓને સુખમય આરોગ્યમય જન મંગલ યાત્રાની શુભકામનાઓ પાઠવી અને યાત્રા સુખદ તથા સફળ બને તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. પ્રસ્થાન સમયે ભજન-કીર્તન, શંખનાદ અને જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. મોટી સંખ્યામાં ભક્તો અને ગ્રામજનોએ ઉપસ્થિત રહી પદયાત્રા સંઘને હર્ષભેર પ્રસ્થાન કરાવ્યું હતું.