error: This Content is protected !!

જસદણના કનેસરામા દીપડાના હુમલામા ઘવાયેલા પૂજારી સવજીભાઈનું સારવારમાં મોત મૃતકના પરિવારને વળતર આપવા માંગ

જસદણ તાલુકાના કનેસરા ગામે દીપડાએ હુમલો કરતા ઘવાયેલા જરીયા મહાદેવ મંદિરના પૂજારી સવજીભાઈનું સારવારમાં મોત નીપજ્યું હતું. મૃતકના પરિવારને વળતર આપવા માંગ કરાઈ છે.

આ અંગે મળતી વિગત મુજબ શનિવારે વહેલી સવારે છ વાગ્યાં આસપાસ જસદણ તાલુકાના કનેસરા ગામની ભાગોળે આવેલા જરીયા મહાદેવ મંદિર ખાતે દીપડો આવી ચડયો હતો. ત્યારે મંદિરે પૂજારી સવજીભાઈ દેવાભાઈ લીંબડીયા ઉંમર વર્ષ ૫૦, રહે. કનેસરા જસદણ હાજર હતા. તેમના ઉપર દીપડાએ હુમલો કરી દીધો હતો. - જેના પગલે દેકારો મચી જતા મંદિરની બાજુમાં જ આવેલી વાડીના ખેડૂત કેશાભાઈ બાવળીયા ઉંમર વર્ષ ૫૫ મંદિરે દોડી ગયા હતા. તેઓ પૂજારીને બચાવવા પ્રયત્ન કરતા હતા ત્યારે દિપડાએ તેના ઉપર પણ હુમલો કરી દીધો હતો. આ દરમિયાન આસપાસથી અન્ય ખેડૂતો અને શ્રમિકો દોડી આવ્યા હતા. વાત ગામમાં ફેલાઈ જતા કનેસરા ગામમાંથી ગ્રામજનો પણ મંદિરે દોડી આવ્યા હતા. આશરે ૧૫૦ થી ૨૦૦ લોકો એકત્ર થઈ ગયા હતા. તેવામાં દિપંડો મંદિરના ગિરનારી સાધુની ઓરડીમાં ઘુસી જતાં લોકોએ બહારથી ઓરડીનો દરવાજો બંધ કરીને દીપડાને પૂરી દીધો હતો. અને જંગલ ખાતાના અધિકારીઓને જાણકારી હતી. અધિકારીઓએ આવીને દીપડાનું

રેસક્યુ કરવા માટે તજવીજ કરી હતી. દીપડો પાંજરે પુરાયો હતો. ઘવાયેલા કેશવ બાપા ને જસદણમાં સરકારી હોસ્પિટલ સાથે સારવાર અપાઈ હતી જ્યારે સવજીભાઈ ને વધુ ઇજા હોવાથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં દાખલ કરાયા હતા. અહીં સારવાર દરમિયાન રવિવારે સવારે સવજીભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. ભાડલા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડીને જરૂર કાગળ કાર્યવાહી કરી હતી. બનાવતી મૃતકના પરિવારમાં શોક છવાયો હતો અને કનેસરા ગામમાં દીપડાના આતંકથી સફડાટ ફેલાયો છે મૃતકના પરિવારજનોને વળતર ચૂકવવા માંગ કરવામાં આવી છે