error: This Content is protected !!

વીંછીયાના સગીરને ઇન્સ્ટાગ્રામ પર જૂનાગઢના ગઠીયા સાથે મૈત્રીના મોંઘા દામ ચૂકવવા પડ્યા સગીરને મળવા બોલાવી ગઠિયો ફોન સ્કૂટર લઇને રફુચક્કર

સોશિયલ મીડિયાના માધ્યમથી અજાણ્યા વ્યક્તિઓ સાથે મિત્રતા કેળવવી કેટલી જોખમી સાબિત થઈ શકે છે તેનો જીવતો જાગતો કિસ્સો વીંછિયામાં સામે આવ્યો હતો. ઈન્સ્ટા પર મિત્ર બનેલા જૂગઢના એક શખ્સે મળવા બોલાવ્યો હતૉ

બંને વચ્ચે મુલાકાત દરમિયાન આરોપી સિકંદરે તરસ લાગી હોવાનું બહાનું કાઢ્યું હતું. તેણે ઇરફાનને પાણીની બોટલ લઈ આવવા કહ્યું હતું. ઈરફાન વિશ્વાસમાં આવીને એક્સેસમાં ચાવી ચાલુ રાખી બાજુની દુકાને પાણી લેવા ગયો હતો. આ તકનો લાભ ઉઠાવી સિકંદર રૂ.70,000ની કિંમતનું એક્સેસ અને ડેકીમાં રાખેલો આઈફોન મળી કુલ રૂ.90,000નો મુદ્દામાલ લઈને પલાયન થઈ ગયો હતો. ઇરફાન પાણી લઈને પરત ફરતા મિત્ર અને વાહન બંને ગાયબ જોઈ હેબતાઈ ગયો હતો. આ અંગે તેના પિતા મેતાબભાઈએ વીંછિયા પોલીસ મથકમાં જૂનાગઢના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

વીંછિયાના ખોડિયારપરા વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા મેતાબ કરીમભાઈ પઠાણનો પુત્ર ઇરફાન ગઈ તારીખ 01/01ના રોજ બપોરે પોતાનું એક્સેસ (GJ 03 PH 2147) લઈને બજારમાં ગયો હતો. ઈરફાનની ઇન્સ્ટાગ્રામ પર જૂનાગઢના સિકંદર નામના બહતી માટે બોલાવતા ઈરફાન વિંછિયા બજારમાં રાજમલ દુકાન પાસે તેને મળવા પહોંચ્યો હતો.