error: This Content is protected !!

વીંછીયાની તાલુકા કન્યાશાળાનૅ ધોળકિયા પરિવાર દ્વાર પ્રવેશ દ્વાર કાર્યક્રમો માટે સ્ટેજ મધ્યાહન ભોજન માટે શેડ ની અર્પણ વિધિ સાથૅ દાતા પરિવારનું સન્માન કરાયુ

વિંછીયા ના વતની શ્રી હસુમતિબેન પોપટલાલ કાળીદાસભાઈ ધોળકીયા પરિવાર દ્વારા વિછીયા ની કન્યા શાળા ને મુખ્ય પ્રવેશ દ્વાર ની કમાન બનાવી આપતા દાતા પરિવાર ના દિલીપભાઈ ધોળકીયા, મેહુલભાઈ ધોળકીયા તથા વિંછીયા ના આગેવાનો ની ઉપસ્થિતિ માં અર્પણ વિધિ કરેલ

વિંછીયા ના મુળ વતની શ્રી હસુમતિબેન પોપટલાલ કાળીદાસભાઈ ઘોળકીયા પરિવાર દ્વારા વિંછીયા ની કુમાર તાલુકા શાળા ને વિધાર્થીઓ માટે મધ્યાહન ભોજન માટે વિશાળ શેડ તથા કાર્યક્રમ માટે બનાવી આપતાં શ્રી દિલીપભાઈ ધોળકીયા ,મેહુલભાઈ ધોળકીયા ના વરદ્ હસ્તે શેડ ની અર્પણ વિધિ કાયૅક્મ શાળા ખાતે રાખેલ. આ પ્રસંગ એ સરપંચ ચતુરભાઈ રાજપરા, મુંબઈ થી શ્રી પ્રદિપભાઈ અજમેરા, તાલુકા પંચાયત ઉપ પ્રમુખ ભુપતભાઈ રોજાસરા, બિપીનભાઈ જસાણી, કિરણભાઈ શાહ ,વિનોદભાઈ વાલાણી, અશોકભાઈ શાહ સહિત ઉપસ્થિત રહેલ આચાર્ય શ્રી અમુલખભાઈ તથા સ્ટાફ એ દાતા પરિવાર નું સન્માન કરી શાળા વતી આભાર વ્યક્ત કરેલ. વિધાર્થીઓ દ્વારા સ્વાગત ગીત સહિત કૃતિ રજુ કરેલ