જસદણની લાભવાટિકા સોસાયટીના માલિકૅ ઍક એકના 10 કનેક્શન લઈ વિસ્તારનું 50% પાણી ચૉરી બિનખેતીમાં પિયત કરતૉ પાલિકાએ કનેક્શન કટ કરી કડક કાર્યવાહી આરંભી
લોકોને ફૉર્સથી પાણી ન મળતા ભાંડો ફૂટ્યો પાણી ચોર બિનખેતીની જમીનમાં ખેતી કરતો તો શરત ભંગ અંગે કાર્યવાહી થઈ શકે પાલિકા અધિનિયમ મુજબ લાખો રૂપિયાના દંડની કાર્યવાહી શરૂ
જસદણ ના ચિતલીયા રોડ પર લાભ વાટીકા સોસાયટી ના માલિક ધીરુભાઈ ગોબરભાઇ ભુવા દ્વારા છેલ્લા બે વર્ષથી નગરપાલિકાની મેનલાઇનમાં બેના ૧૦ થી વધારે ગેરકાયદેસર કનેક્શન જોઈન્ટ કરી અને પાણીની ચોરી કરવામાં આવતી હતી તેમજ સોસાયટી ની અંદર બંને સાઈડ બિન ખેતીમાં બે બે વીઘા જમીનમાં પાણીનું પિયત કરવામાં આવતું ટોટલ ચાર વીઘામાં પાણીની પિયત કરવામાં આવતું જ્યાં પિયત અને ખેતીમાં પાણીનો ઉપયોગ થતો તે જમીન પણ બિનખેતી હોય તે અંગે પણ શરત ભંગની કાર્યવાહી કરવા તજવિજ હાથ ધરી છૅ વિસ્તારના લોકોને વિનાનું પાણી પૂરું મળતું ન હતું અને ધીરુભાઈએ ગેરકાયદેસર જોડાણ કરી અને બંને સાઈડ બે બે વીઘા બિનખેતીની જમીનમાં પાણીનું પિયત કરવામાં આવતું હતું જૅથી બિન ખેતીમાં ખેતી કરવા અંગે શરત ભંગની કાર્યવાહી થઈ શકે છે આ ઉપરાંત નગરપાલિકા બે વર્ષના હિસાબથી લાખો રૂપિયાનો દંડ વસૂલવામાં આવી શકે છે તેવું સૂત્રોએ જણાવ્યું છે
જસદણના ચિતલીયા રોડ પર પુરા ફૉર્સ થી પાણી આવતું ના હોય તેથી રહીશો દ્વારા નગરપાલિકામાં ફરિયાદ કરવામાં આવી હતી જસદણ નગરપાલિકાના વાલમેન દ્વારા તપાસ કરવામાં આવી કે પાણીની ચોરી કોણ કરી રહ્યું છે ત્યારે તપાસ કરતા લાભ વાટિકા સોસાયટીના માલિક ધીરુભાઈ ગોબરભાઇ દ્વારા ગેરકાયદેસર કનેક્શન આપી આખા ચિતલીયા રોડ ને પાણી મળતું હોય એનું 60% પાણી તો પોતે ચોરી કરી જતા જસદણ નગરપાલિકાની ટીમ દ્વારા ચોરી ઝડપી પાડવામાં આવી હતી જેમાં ગેરકાયદેસર 10 થી વધારે જોઈન્ટ કનેકશન પકડી પાડવામાં આવ્યા હતા તેમજ 200 ફૂટ થી વધારે પાઇપ નો ડંડો પકડી પાડવામાં આવ્યો હતો જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ અધિકારી ની ટીમ દ્વારા તાત્કાલિક ધીરુભાઈ ગોબરભાઇ ભુવા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે છેલ્લા બે વર્ષથી પાણી ચોરી કરતા એમ કહી શકાય કે લાખો રૂપિયા ના પાણીની ચોરી પકડાઈ છે પાલિકા દ્વારા બે વર્ષનો હિસાબ મારી તેમને દંડ કરવામાં આવશે તેમજ સરકારના નિયમ મુજબ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર તેમની ટીમ ને સાથે રાખી તપાસ કરી રહ્યા છે લાભ વાટિકા સોસાયટીમાં વધારે ગેરકાયદેસર કનેક્શન પકડાય તેવી શક્યતા છે