error: This Content is protected !!

જસદણના આટકોટ નજીક મોટા દડવામાં પ્રેમીની ત્રીકમ ના ઘા મારી હત્યા કરવાના ગુનામાં નાસી છૂટેલા પ્રેમિકા સહિત ત્રણ મધ્યપ્રદેશમાંથી પકડાયા બે વર્ષથી ભાગવું રાખી વાડીમાં સાથે રહેતા પરણીત પ્રેમી પંખીડા , પ્રેમીના મારઝુડ થી કંટાળી પ્રેમિકાએ પૂર્વ પતિ સહિત બેની મદદથી હત્યાને અંજામ આપ્યો તૉ

જસદણના આટકોટ નજીક મોટા દડવા ગામે વાડી વિસ્તારમાં છેલ્લા છ મહિનાથી ભાગમાં વાડી વાવી ખેત મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવી પ્રેમી પંખીડા સાથે રહેતા હતા પ્રેમિકાએ તેના પૂર્વપતિ અને ભાણેજને સાથે રાખી પ્રેમી થાવું ઉર્ફે. મહેશ વસુનિયાની ત્રિકમ પથ્થર અને ઇટ વડે માથાના ભાગે માર મારી હત્યા નીપજાવી ફરાર થઈ ગયેલા આરોપીઓને આટકોટ પોલીસે મધ્યપ્રદેશમાંથી ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ મધ્યપ્રદેશનો અને છેલ્લ। ઘણા વર્ષથી જેતપુરના મેવાસૌ ના ઝૂંપડામાં પરિવારજનો સાથે રહેતો ૩૩ વર્ષનો યુવક થાવ ઉર્ફે મહેશ વસુનિયા પાંચ સંતાનનો પિતા પત્નીને છોડી છેલ્લે બે વર્ષથી રેશમા સાથે રહેતો હતો અને છેલ્લા

છ મહિનાથી જસદણના આટકોટ પોલીસ મથક હેઠળના મોટા દડવા ગામની સીમમાં આવેલી એક વાડીમાં ભાગ્યા તરીકે તેની પ્રેમિકા રેશમા સાથે ગીરીશભાઈ પારગીની વાડીમાં રહેતો હતૉ ૧૧ તારીખના મહેશ વસુનીયા ઓરડીમાં ખાટલા પર સૂતો હતો ત્યારે રાત્રે કોઈ તેના માથાના ભાગે હત્યા કરવાના ઈરાદે ત્રીકમ અને પથ્થર વડે હુમલો કરી ફરાર થઈ ગયા હતા હુમલો કરનારને એમથયું કે આ મહેશ વસુનીયા મરી ગયો

છે તેમ સમજી અને ભાગી છુટ્યા હતાં.

સવારે વાડી માલિક ગિરીશભાઈ પારગીએ જોયું તો ઓરડી બહારથી બંધ હતી ખોલીને જોયું તો લોહી લુહાણ હાલતમાં ખાટલા પર બેભાન અવસ્થામાં મહેશ વસુનિયા પડ્યો હતો. ગીરીશભાઈ ગામમાં ગયા તેમના ભાઈને વાત કરી અને ૧૦૮ ને બોલાવી ગોંડલ સારવાર માટે લઈ ગયા ગોંડલ ઇમરજન્સી સારવાર લીધા બાદ ગંભીર હાલતમાં રાજકોટ

જ્યાં બે દિવસની સારવાર બાદ મહેશ વસુલિયા નું મોત નીપજ્યું આ બનાવ બન્યા બાદ મહેશ વસુનીયા ની પ્રેમિકા રેશમા તેના બે સંતાન સાથે મોટા દડવા ગામ છોડીને ચાલી ગઈ હતી મૃતક ના ભાઈ મુકેશ વસુનીયાએ આટકોટ પોલીસ સ્ટેશનમાં તેમના ભાઈની પ્રેમિકા પર શંકા વ્યક્ત કરી હતી પોલીસ દ્વારા તપાસ કરતા પ્રેમિકા નો ફોન સ્વીચ ઓફ આવતા પ્રેમિકા વધુ શંકા ના દાયરામાં આવી હતી. આટકોટ પોલીસ સ્ટેશનના પીએસઆઈ બારૈયા એ તેમની ટીમ સાથે મધ્યપ્રદેશના રતલામ જિલ્લ ાના સેલા તાલુકાના ધામનોદ ગામથી ત્રણ આરોપીની ધરપકડ કરી આટકોટ પોલીસ સ્ટેશનને લવાયા હતાં. હરજી મઇડા, રેશમાનો પૂર્વ પતિ દિલીપ વરસિંગ મીણા મહિલાના પૂર્વ પતિનો ભાણેજ અને રેશમા મૃતકની પ્રેમિકાની ધરપકડ કરી હતી.

આ હત્યા કરવા પાછળનું કારણ મૃતકની પત્ની મમતા અહીં મોટાદડવા ગામે આઠ દિવસ રહેવા આવી હતી અને પ્રેમિકા અને પત્ની વચ્ચે અવારનવાર ઝઘડો થતો તેને લઈ અને મૃતકની પત્ની જેતપુરના મેવાસા જતી રહી હતી ત્યારબાદ મૃતક મહેશ વસુનીયા દ્વારા તેમની પ્રેમિકા રેશમાને માર મારવામાં આવતો હતો અને અવારનવાર હેરાનગતિ કરવામાં આવતી હતી પ્રેમિકાએ તેમના પૂર્વ પતિને કહ્યું મારે તારી સાથે રહેવું છે પણ આને યમલોકમાં પહોંચાડ્યા પછી ત્યારબાદ પૂર્વ પતિ તેમના ભાણેજ સાથે મોટા દડવા ગામે આવ્યો અને રાત્રીના સમયે ત્રણેય લોકોએ મળી અને મહિલાના પ્રેમી મહેશ વસુનીયાની હત્યા કરી હતી. આટકોટ પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરને કાર્યવાહી હાથ ધરી હતી. વધારે તપાસ બારૈયા ચલાવી રહ્યા છે.