જસદણના કડુકાની પરિણીતાને બીજી પુત્રી જન્મતા શારીરિક માનસિક ત્રાસ આપ્યાની સાસરિયાઓ સામે ફરિયાદ
સાસુ સસરા પતિને ચઢાવતા તું આને કાઢી મુક અમે તને બીજી લાવી આપીશું પતિ ઢીકાપાટુ નો માર મારતો ઘર ખર્ચના પૈસા પણ ન આપતો પોલીસે તપાસ આદરી
જસદણ તાલુકાના શિવરાજપુર ગામે રહેતી પરિણીતાએ કડુકા ગામે રહેતાં પતિ સહિતના સસરિયાઓ સામે શારીરિક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે
શિવરાજપુર ગામે રહેતી જીજ્ઞાશાબેન ભુપતભાઈ પરંમાર (ઉ.વ.૩૦) એ તેના પતિ ભુપત હકા પરમાર, સાસુ વાલીબેન હકો પરમાર, સસરા હકા ભીમા પરમાર અને જેઠ હસમુખ હકા પરમાર રહે. તમામ કડુકા જસદણ વિરૂદ્ધ માનસીક અને શારીરિક ત્રાસ
આપ્યાની ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદીએ જણાવ્યું હતું કે
તેણી પિતાના ઘરે રહે છે. સંતાનમા બે પુત્રીઓ છે, જે હાલ તેની પાસે છે. તેમના લગ્ન ગઇ તા.૨૦/૦૨/૨૦૧૯ ના રોજ ભુપતભાઈ પરમાર સાથે થયેલ અને લગ્ન બાદ સાસરીયા કડુકા ગામે રહેતી અને બે વર્ષ સુધી પતિએ તેણીને સારી રીતે રાખેલ બાદ પતિ જીવન જરૂરીયાત વસ્તુ ન લઇ દેતો અને રૂપિયા પણ આપતો ન હોય જેથી પતિને કહેતી કે મારે કપડા તથા જીવન જરૂરીયાત વસ્તુઓ લેવી છે તો પતિ તેણી ઉપર ગુસ્સે થતા હતાં, તે વાત સાસુ વાલીબેન પરમાર તથા સસરા હકાભાઈ પરમાર કહેતી તો તે કહેતા કે તું અમને ગમતી જ નથી તેમ કહી પતિને તેણી વિરૂધ્ધ ચડામણી કરતા પતિ અવાર નવાર
શારીરીક માનસીક દુખ ત્રાસ આપી ઢીકાપાટુનો માર મારી ગાળો આપતો હતો
તેણીના જેઠ હસમુખભાઈ પરમાર પણ પતિને ચડામણી કરતા હતાં. તેમજ લગ્ન જીવન દરમ્યાન બીજી દિકરીનો જન્મ થતા સાસુ-સસરા પતિને કહેતા કે હવે તુ આને ધરેથી કાઢી નાખ હુ તને બીજી લાવી આપીશ તેમ કહી તેણી વિરૂધ્ધ ચડામણી કરતા પતિ અવાર નવાર શરીરે ઢીકાપાટુનો માર મારતો હતો. જેથી આ દુઃખ ત્રાસ સહન ન થતા પાચેક દિવસ પહેલા માવતર શીવરાજ પુર ગામે આવતી રહેલ હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી પોલીસે તપાસ આદરી હતી