જસદણના વડોદની પ્રાથમિક શાળામાં વિશ્વ વિજ્ઞાન દિવસ નિમિતે 39 બાળકોએ હવા વૉટર ઓક્સિજન હદય અંધશ્રદ્ધા જૅવા પ્રયોગો કરી વિજ્ઞાન કલાનું પ્રદર્શન કર્યું
જસદણ તાલુકાના વડૉદ ગામની શ્રી વડોદ પ્રાથમિક શાળામાં વિશ્વ વિજ્ઞાન દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધોરણ 6 થી 8 બાળકોએ ભાગ લીધેલ હતૉ વિશ્વ વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગરૂપે ડો.સી.વી.રામન, રામન અસર ની શોધ ના ભાગરૂપે વડોદ પ્રાથમિક શાળાના બાળકોએ 39 જેટલા વિવિધ વિજ્ઞાન ના પ્રયોગો કરી પોતાની વિજ્ઞાનકલા નું નિદર્શન કર્યું હતું..જેમાં, હવાનું દબાણ,વોટર સેન્સર,ફાયર સ્પ્રે મોડલ,ઓક્સિજન મોડલ,જ્ઞાન સાથે રમત, હૃદયના અંગો,પાણીનું શુદ્ધિકરણ,નેઇલ પોલીસથી આગ,પેટ્રોલ ફુગ્ગા મોડલ,એ.ટી.એમ.મશીન,સુવાહક અને મંદવાહક મોડલ,કચરો વિણવાનું મશીન,મગજ કશો,સરગવાની વાનગી,અંધશ્રદ્ધા નિવારણ પ્રયોગ,જાસૂદનું સરબત,પાંદડાશાહી પ્રયોગ,ડસ્ટબીન મોડલ,તપકીર નો પ્રયોગ,જાસૂદ ની ચા,3d આકાર અને યુલરનો નિયમ,મીની સોલ્ડીંગ મશીન જેવા વિવિધ પ્રકારના વિજ્ઞાન ને લગતા પ્રયોગો બનાવેલ,અને પ્રથમ 3 નંબર ને ઇનામ આપી આચાર્ય ચિરાગભાઈ બાવળીયા દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા