જસદણના આટકોટ ચિતલીયા રૉડ અને પશુ દવાખાનુ મંત્રી કુંવરજીભાઈએ ખાતમુરત કર્યું સ્થાનિક સ્તરે રસ્તા પશુ આરોગ્ય સેવા વધુ સુલભ બનાવવા નૉ કૉલ
જસદણના આટકોટમાં રૂ. ૩ કરોડના ખર્ચે બનનારા નવા નોન પ્લાન રોડ તેમજ ૪૦ લાખના ખર્ચે બનનારા નવા પશુ દવાખાનાનું ખાતમુહૂર્ત મંત્રી કુંવરજીભાઈ બાવળીયા કર્યું હતું આ તકે લોકોને સંબોધતા મંત્રી કુંવરજીભાઈએ કહ્યું હતું કે, આટકોટથી ચીતલિયા સુધી રૂ. ૩ કરોડના ખર્ચે નિર્માણ પામનારા આ નવા રસ્તાથી ગ્રામીણ વિસ્તારના લોકો માટે પરિવહન વધુ સરળ બનશે. જ્યારે ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના અંતર્ગત આટકોટમાં નવા પશુ દવાખાનાનું નિર્માણ કરવામાં આવશે. જેના લીધે સ્થાનિક સ્તરે પશુપાલકો માટે પશુ આરોગ્યની સેવાઓ વધુ સુલભ બનશે. આ સાથે મંત્રીશ્રીના હસ્તે આટકોટથી વાસાવડ વચ્ચે રૂ. ૭૫ લાખના ખર્ચે બનનારા સી.સી.રોડના કામનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, જસદણ તાલુકામાં પશુઓની સંખ્યા પણ નોંધપાત્ર છે. તાલુકામાં ૬૧ હજારથી વધુ ગાયો, ૩૫ હજારથી વધુ ભેંસ મળીને ૯૭ હજારથી વધુ પશુઓ છે. જ્યારે આટકોટમાં ૧૩૦૦થી વધુ ગાય તથા ૪૫૪ ભેંસ મળીને ૧૭૭૩ પશુઓ છે. આટકોટના ઉપકેન્દ્ર ખાતે વર્તમાન વર્ષમાં ૨૫૬ પશુઓની સારવાર, ૨૭૮ પશુઓના જાતીય આરોગ્યની સારવાર, ૧૧,૨૬૫ પશુઓનું રસીકરણ તથા ૧૯૭૪ પશુઓમાં કૃત્રિમ બીજદાન કરવામાં આવ્યું હતું.