આમ આદમી પાર્ટી પ્રેરિત વેરાવળ સોમનાથ થી ગાંધીનગર સુધી પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રા અંગૅ જસદણમાં પ્રેસ કોન્ફરન્સ યૉજી આગામી રણનીતિ અંગે માહિતી આપી
જસદણ મુકામે આમ આદમી પાર્ટી પ્રેરિત પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રા અનુસંધાને જસદણ આપના નેતાઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી આગામી રણનીતિ અંગેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી જૅમા આગામી દિવસોમાં જસદણ પંથક ના ગ્રામ્ય વિસ્તારો ના ખેડૂતો સાથે વાર્તાલાપ કરવામાં આવશે તેમજ સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ઘેલા સોમનાથ મહાદેવના દર્શન કરી દાદાના આશીર્વાદ લઈ આમ આદમી પાર્ટી પોતાના જનતા સમક્ષ તીખા તેવર બતાવી સાચી હકીકત લોકોને જણાવશે આ અંગે આપના પ્રદેશ નેતા ઑ પ્રવીણભાઈ રામ તેમજ બ્રિજરાજભાઇ સોલંકી જીજ્ઞાસાબૅન પટેલ તેમજ આમ આદમી પાર્ટીના રાજકોટ જિલ્લાના પ્રમુખ તેજસભાઇ ગાજીપરા એ પ્રેસ કોન્ફરન્સ યોજી વિગતવાર માહિતી આપી હતી વધુમાં પ્રવીણ રામ દ્વારા જણાવવામાં આવ્યું હતું કૅ ખેડૂતો માટે 108 દિવસની જેલ ભોગવી છૅ જેલમાંથી છૂટ્યા બાદ પાંચમા દિવસે પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રા યોજવામાં આવી છૅ
આગામી 8 માર્ચના રોજ ગાંધીનગર ખાતે આ યાત્રાનું પુનરાવર્તન કરવામાં આવશે જેમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી ભગવત માન હાજર રહેશે
ભાજપ ઉપર પ્રહાર કરતાં કહ્યું હતું કે ભાજપના ઘરે દિવાળી છે ખેડૂતના ઘરે હોળી છે જસદણમાં ભાજપના નેતાઓ ખેડૂતોને ખોટા વચનો આપે છે તેમજ જસદણ અને વિંછીયા ના લોકોને રેલવે બાબતે મૂર્ખ બનાવે છે ખેડૂતો આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપને જાણકારો આપશે