જસદણના સાણથલી ઈશ્વરીયા કાનપર થૉરખાણ પંથકમાં રૂ,16. કરોડના ખર્ચે પુલ,સી,સી,રૉડ બ્રિજ,રસ્તાનુ મંત્રી કુંવરજીભાઈઍ ખાતમુહૂર્ત કરતા ગ્રામ્ય જનૉ ખુશખુશાલ
જસદણ વિંછીયા ના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે તાલુકાના સાણથલી ઈશ્વરીયા કાનપર થૉરખાણ પંથકમાં સુવિધાઓ સુદ્રઢ બનાવવાના હેતુથી અંદાજે ₹16.05 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત કરાતા ગ્રામ્ય પંથકના લોકોને સારા રસ્તા અને બ્રિજની સુવિધા મળશે અને લોકોની યાતનામા ઘટાડૉ થશૅ આ પ્રસંગે મંત્રી કુંવરજીભાઈ બાવળીયા એ જણાવ્યું હતું કે, છેવાડાના ગામડાઓ સુધી પાકા રસ્તા અને પુલની સુવિધા પહોંચાડવી એ સરકારની પ્રાથમિકતા છે. આ પ્રોજેક્ટ અંતર્ગત નીચે મુજબના કામો હાથ ધરવામાં આવશે જેમકે સાણથલી-ઈશ્વરીયા સાણથલી-થોરખાણ સી.સી. રોડ, કાનપર-ઈશ્વરીયા રસ્તો તેમજ કાનપર રસ્તા પર બ્રિજ (પુલ)નું નિર્માણ કરવામાં આવશે.આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, વિવિધ ગામના સરપંચો, સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને
કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ આગેવાનોએ આ વિકાસલક્ષી કામો બદલ મંત્રી બાવળીયા અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ રસ્તાઓ અને બ્રિજનું કામ પૂર્ણ થવાથી આસપાસના અનેક વાહનવ્યવહારમાં ગ્રામજનોને સરળતા રહેશે અને ગ્રામીણ અર્થતંત્રને વેગ મળશે