error: This Content is protected !!

થાનગઢના વિક્રમભાઈ ઍ મુળી પોલીસમાં કરૅલ ફરિયાદમા પતિના આપઘાત કેસમાં ચાર્જશીટ ફાઈલ તથા પત્નિની ધરપકડ ન કરવા મનાઈ હુકમ ફરમાવતી હાઈકોર્ટ જસદણના ધારાસાસ્ત્રી જય અંબાણી અને મોહિત રવૈયા ની દલીલ માન્ય

જસદણના યુવા ધારાશાસ્ત્રી જય અંબાણી ઍ આ કેસની હકીકત વિગત જણાવ્યા પ્રમાણે વિક્રમભાઈ દેવશીભાઈ મકવાણા રહે. થાનગઢ વાળાએ મુળી પોલીસ સ્ટેશનમાં તેવી ફરીયાદ નોંધાવેલ છે કે તેના મોટાભાઈ ચેતનભાઈના લગ્ન રાયસંગપર ગામે રહેતી લક્ષ્મીબેન કમાભાઈ સાથે થયેલ હતા અને આ બંને પતિ-પત્ની વાંકાનેર મુકામે મજુરી કામ કરવા માટે ત્યા જ રહેવા જતા રહેલ હતા. ગુ. ચેતનભાઈની પત્ની લક્ષ્મીબેનને તેની બાજુમાં રહેતા ભાવેશભાઈ સાથે આડાસંબંધો બંધાઈ ગયેલ હતા જેથી ગુ. ચેતનભાઈ દારૂની લતે ચડી ગયેલ હતો અને અવાર નવાર પતી-પત્ની વચ્ચે ઝઘડો થતો હતો અને અવાર નવાર લક્ષ્મીબેનને આડા સંબંધો ન રાખવાનુ સમજાવતા હતા અને લક્ષ્મીબેન રીસામણે જતા રહેતા હતા ત્યારે તા.૧૦/૯/૨૫ ના રોજ લક્ષ્મીબેન તેના પીયરે હોય તેને તેડવા માટે ગુ. ચેતનભાઈ તેના ઘરે ગયેલ હતા અને ત્યાં લક્ષ્મીબેન અને તેનો ભાઈ અશોકભાઈ કમાભાઈ રાઠોડે જેમ ફાવે તેમ ગાળો બોલો અડધુત કરેલ હતો જે બાબતનો દુઃખ ગુ.ચેતનભાઈને થતા ગત તા.૧૦/૯/૨૫ ના રોજ ઘરેથી ગુ.ચેતનભાઈ નીકળી ગયેલ હતા અને આ ચેતનભાઈએ ઝેરી દવા પીઈ લીધેલ હતી અને આપધાત કરી લેતા તેનુ તા. ૧૭/૯/૨૫ ના રોજ અવસાન થયેલુ છે.

ગુ. ચેતનભાઈ ના ભાઈ વ્રિકમભાઈએ ગુ. પત્ની લક્ષ્મીબેન અને જેની સાથે આડાસંબધ હતા તે ભાવેશભાઈ અને લક્ષ્મીબેનના ભાઈ સામે મુળી પોલીસ સ્ટેશનમાં ઉપરોકત વ્યકિતના ત્રાસથી આપઘાત કરી લીધેલો છે સદરહું ફરીયાદ રદ કરવા માટે ગુ.ચેતનભાઈના પત્ની લક્ષ્મીબેને તેની સામેની ફરીયાદ રદ કરવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરેલ છે તેમાં ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ વી.કે. વ્યાસ સાહેબે મુળી પોલીસને આરોપી સામે ચાર્જશીટ ફાઈલ ન કરવા અને ધરપકડ ન કરવાનો આદેશ આપેલ છે. આ કામે આરોપી વતી જસદણના યુવા ધારાશાસ્ત્રી જયભાઈ અંબાણી, મોહીતભાઈ રવૈયા રોકાયેલ છે