જસદણ હિન્દુ સંમેલન સમિતિ દ્વારા આજે રાત્રે 8:00 કલાકે હિન્દુ સંમેલન યોજાશે પૂજ્ય સ્વામીશ્રી આત્માનંદ સરસ્વતીજી આધ્યાત્મિક જ્ઞાન માર્ગદર્શન આપશે
જસદણ હિન્દુ સંમેલન સમિતિ દ્વારા આજે રાત્રે 8:00 કલાકે વઘાસિયા પરિવારની વાડી વેરાઈ માતાનુ મંદિર બજરંગ નગર ખાતૅ હિન્દુ સંમેલન યોજાશે આપણા દેવી દેવતાઓ, પૂર્વજોનું સ્મરણ કરી હિન્દુ રાષ્ટ્ર તેમજ સનાતન ધર્મને નવી દિશા અને ઉર્જા આપી ચેતના પ્રદાન કરવાના હેતુથી આપણી સંસ્કૃતિ, ધર્મ અને સામાજિક એકતાના પ્રતિક એવા હિન્દુ સંમેલનનું આયોજન કરેલ છે.આ સંમેલનમાં જેને સાંભળવા તે એક જીવનનો લ્હાવો છે પરમ પૂજ્ય સ્વામી શ્રી આત્માનંદ સરસ્વતીજી ભજન આનંદ આશ્રમ બોટાદ આધ્યાત્મિક જ્ઞાન માર્ગદર્શન આપશે જૅથી આપની સહપરિવાર ઉપસ્થિતિ આ પવિત્ર કાર્યક્રમને નવી ઉર્જા પ્રદાન કરશે.જૅથી આપ સહપરિવાર પધારશો એવી અભ્યર્થના છે.વિક્રમ સંવત : ૨૦૮૨ના ફાગણ વદ ૨ને ગુરૂવાર તારીખ : ૫-૩-૨૦૨૬ સમય : સાંજે ૮-૦૦ કલાકે.સ્થળઃ વધાસિયા પરિવારની વાડી, વેરાઈ માતાજીનું મંદિર, બજરંગ નગર, જસદણ મુખ્ય વકતા પ.પૂ.સ્વામી શ્રી આત્માનંદ સરસ્વતીજી ભજનાનંદ આશ્રમ, બોટાદ અતિથી વિશેષ મહંતશ્રી વિક્રમગીરીબાપુ ઘેલા સોમનાથ મહાદેવ મંદિર, જસદણ.
મહંતશ્રી ૧૦૦૮ સુખદેવદાસજીબાપુ મોટા રામજી મંદિર, જસદણ.વકતાશ્રી રણછોડભાઈ કુંડારીયા ગોંડલ જીલ્લા વાન પ્રસ્થ પ્રચારક નિમંત્રક હિન્દુ સંમેલન સમિતિ - જસદણ મો. ૮૦૦૦૦ ૧૦૦૩૭ / ૯૭૨૨૧ ૦૧૧૧૧ વધુ માહિતી માટે ઉપરોક્ત નંબર ઉપર સંપર્ક કરો