error: This Content is protected !!

જસદણ પાલિકા દ્વારા ફાયર સ્ટેશન સામે તા 8 ના શોપિંગ ફેસ્ટિવલ સ્વદેશી મેળો યોજાશે સ્થાનિક વેપારીઓ સખી મંડળો અને નાગરિકોને ગુણવત્તા યુક્ત માલ ઉપલબ્ધીનો હેતુ

સ્વદેશી અપનાવો દેશ બચાવો અંતર્ગત મિણાકારી હેન્ડીક્રાફ્ટ ઓક્સોડાઇઝ આર્ટિકલ માટીકલા વસ્ત્ર કલા ભરત શિવણ ગુંથણી જેવા હસ્તકલા સ્વદેશી માર્કેટમાં લોકોએ ભાગ લેવા અનુરોધ 

 

જસદણ નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત ઘર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી, સ્વદેશી અપનાવો દેશ બચાવો અનવ્યૅ નગર પાલિકા દ્વારા આવતી તારીખ 8 ના રોજ સવારે 10 વાગ્યાથી રાત્રિના દસ વાગ્યા સુધી આટકોટ રોડ ફાયર સ્ટેશનની સામે શોપિંગ ફેસ્ટિવલ સ્વદેશી મેળો યોજાશે જેમાં વિવિધ હસ્તકલાઓ સીવણ ભરત ગુંથણી મીનાકારી ઓક્સોડાઇઝ હેન્ડીક્રાફ્ટ જવેલરી માટી વાસણો રેડીમેન્ટ હસ્તકલા જેવા વિવિધ સ્વદેશી પ્રોડક્ટો નો આ મેળો યોજવાનો છે જેમાં જસદણ શહેર તાલુકા પંથકના લોકોએ પરિવાર સાથે ઉપસ્થિત રહી ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે આ મેળા નો હેતુ સ્થાનિક વેપારીઓ અને સખી મંડળની બહેનોને પ્રોત્સાહન આપવાનો છે તથા નાગરિકોને ગુણવત્તા સભર આપણી પોતાની સ્વદેશી ગુણવત્તા સભર વસ્તુઓ ઉપલબ્ધ કરાવવાનો છે વધુ વિગત માટે નગરપાલિકાની ઓફિસ નંબર 13 નો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે