જસદણના રામળીયા ગામૅ નવ નિર્મિત આયુષ્યમાન આરોગ્ય મંદિરનુ મંત્રી બાવળીયાના અધ્યક્ષ સ્થાને લોકાર્પણ થયુ લોકોને સરકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ
જસદણના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને જસદણ તાલુકાના રામળીયા ગામ ખાતે રૂ. ૩૫.૭૧ લાખના ખર્ચે નિર્મિત આયુષ્યમાન આરોગ્ય મંદિરનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જનરલ ઓ.પી.ડી., બે બેડની સુવિધા સાથે ફીઝિયોથેરાપી, ડાયાબીટીસ, હૃદય રોગ, બી.પી., કેન્સર સહિત રોગના નિદાન અને સારવારની સુવિધાની સાથે લેબોરેટરીની સુવિધા ઉપલબ્ધ છે રાજકોટ જિલ્લા પંચાયતની આરોગ્ય અને પરિવાર કલ્યાણ શાખા આયોજિત આ કાર્યક્રમમાં મંત્રી કુંવરજીભાઈ નું સામૈયુ કરીને પરંપરાગત સ્વાગત કરાયું હતું. જસદણ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કનેસરા હેઠળ આવતા પેટા આરોગ્ય કેન્દ્ર, રામળીયાનું રીબીન કટ કરીને લોકો માટે દવાખાનું ખુલ્લું મૂક્યુ હતું તેમજ દવાખાનાની મુલાકાત લઈને જરૂરી સૂચના આપી હતી. આ વેળાએ મંત્રી બાવળીયા એ જસદણ-વિંછીયા પંથકની વિકાસ ગાથા વર્ણવી હતી અને લોકોને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો.
આ તકે સરપંચ મુન્નાભાઈ સીતાપરા, તાલુકા આરોગ્ય અધિકારી સી. કે. રામ, ડેપ્યુટી એન્જીનીયર શ્રેયાંશભાઈ સિદ્ધપરા, મેડિકલ ઓફિસર ડો. તૃષાલીબેન દોમડીયા, તાલુકા હેલ્થ સુપરવાઇઝર જે. વી. પટેલ અને પિયુષભાઈ શુક્લ, તાલુકા ભાજપ પ્રમુખ ચંકિતભાઈ રામાણી, પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ વેકરીયા સહિત અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
જસદણ તાલુકામાં આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ
જસદણ તાલુકામાં ડાયાલીસીસની સુવિધા સાથે આધુનિક ૦૧ સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ, ૦૧ સામુહિક આરોગ્ય કેન્દ્ર, સાણથલી, ૦૧ અર્બન હેલ્થ સેન્ટર અને ૦૮ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે. જસદણ તાલુકાના શહેરી વિસ્તારમાં ૦૩ અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૪૯ પેટા આરોગ્ય કેન્દ્ર આવેલા છે. તેમજ જસદણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કાર્યરત ૪૯ પેટા આરોગ્ય કેન્દ્ર પૈકી ૩૮ પેટા ચારોગ્ય કેન્દ્રની અદ્યતન સુવિધા સાથે આયુષ્યમાન આરોગ્ય મંદિરનુ બાંધકામ કરવામાં આવેલુ છે. ૦૧ પેટા આરોગ્ય કેન્દ્ર, ગઢડીયાજામનું બાંધકામ ટૂંક સમયમાં શરૂ કરાશે.