error: This Content is protected !!

જસદણ નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળાનો ધારાસભ્યના હસ્તે ધમાકેદાર પ્રારંભ નગરજનૉ એ લાભ લેવા અનુરોધ

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ અને ગૂજરાત શહેરી આજીવિકા મિશનના સૌજન્યથી વર્તમાન સમયમાં ચાલતા શહેરી વિકાસ વર્ષ 2025 -26ની ઉજવણી નિમિત્તે શહેરી આજીવિકા મિશન અંતર્ગત સ્વદેશી મેળા (શોપિંગ ફેસ્ટિવલ)- વોંકલ ફોર લોકલ અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી ના સિદ્ધાંતને સિદ્ધ કરવા માટે જસદણ નગરપાલિકા દ્વારા ફાયર સ્ટેશન સામે તારીખ 08/03/2026 ને રવિવાર ના રોજબપોરે 2.00કલાકે સ્વદેશી મેળા(શોપિંગ ફેસ્ટિવલ) નૅ ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયા ના વરદ હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતૉ આ તકે નગરપાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી ઉપ પ્રમુખ હિતેશભાઈ થડેશ્વર કારોબારી ચેરમેન કાજલબેન પ્રવીણભાઈ ઘોડકીયા ચીફઓફિસર મેહુલભાઈ જોધપુરા શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અશોકભાઈ ધાધલ યુવા ભાજપ પ્રમુખ હર્દિપભાઈ પટગીર ભાજપના સિનિયર સિટીઝન આગેવાન હરપાલભાઇ ધાધલ 108 ની સ્પીડે જન સેવા કરતા જાગૃત કોર્પોરેટર ગભરુભાઈ ધાધલ સહિત પાલિકાના સદસ્યો ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ નગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજ થી તારીખ 17/03/2026સુધી ચાલસે જેમાં સ્થાનિક ઉત્પાદકોના વિવિઘ 50 સ્ટોલ રાખવામાં આવેલ છે. તો જસદણ ની જાહેર જનતા ને સહભાગી થવા નગર પાલિકા વહીવટી તંત્ર દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે તેમ પાલિકાના કર્મચારી હર્ષદભાઈ ઉપાધ્યાય ની યાદીમાં જણાવ્યું છે