error: This Content is protected !!

વિંછીયા તાલુકાના ભડલી ગામ ખાતે ૧૭ ગામોના ક્લસ્ટરનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

નાગરિકોએ સરકારી કચેરીઓએ જવાની જરૂર નથી રહેતી, સરકારી સેવાઓ તેમના ઘરઆંગણે પૂરી પાડવામાં આવે છે. મંત્રી કુંવરજીભાઈ બાવળીયા

 

જસદણ વિંછીયા ના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને વીંછીયા તાલુકાના ભડલી ગામ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ “સેવાસેતુ – સરકાર આપના દ્વારે” કાર્યક્રમનું આયોજન દરેક તાલુકામાં કરવામા આવી રહ્યું છે. હવે નાગરિકોએ સરકારી કચેરીઓએ જવાની જરૂર નથી રહેતી, સરકારી સેવાઓ તેમના ઘરઆંગણે પૂરી પાડવામાં આવે છે. ગામડાં અને શહેરના છેવાડાના નાગરિકો સુધી સરકારી યોજનાઓ અને સેવાઓ સીધી પહોંચી રહી છે. આ કાર્યક્રમમાં આવકનો દાખલો, જાતિનો દાખલો, નિવાસનો દાખલો, આધાર કાર્ડ અપડેટ, પેન્શન સંબંધિત અરજીઓ, શ્રમયોગી કાર્ડ, આરોગ્ય અને સામાજિક સુરક્ષા યોજનાઓ જેવી અનેક સેવાઓ માટે માર્ગદર્શન અને અરજી કરવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે. સેવાસેતુ દ્વારા સરકારી સેવા પૂરી પાડવાની પ્રક્રિયામાં પારદર્શિતા અને કાર્યક્ષમતા વધે છે.રાજ્ય સરકારની આ પહેલથી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા નાગરિકોને ઘણો લાભ મળી રહ્યો છે. લોકોમાં સરકારી યોજનાઓ પ્રત્યે જાગૃતિ વધે છે અને મહત્તમ લોકો તેનો લાભ લઈ રહ્યા છે ભડલી ખાતે ૧૭ ગામોના ક્લસ્ટરનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભડલી, બંધાળી, દેવધરી, સનાળી, મોઢુકા, ફુલઝર, સનાળા, વનાળા, સોમલપર, કાંસલોલીયા, ગઢાળા, બેલડા, સરતાનપર, સોમપીપળીયા, પાટીયાળી, આંકડીયા, વેરાવળ-ભડલીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં મહેસૂલ વિભાગ, આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, કૃષિ અને પશુપાલન વિભાગ, સમજીત વનીકરણ વિભાગ, આઈ.સી.ડી.એસ. વિભાગ, મહિલા અને બાળ વિભાગ, પુરવઠા વિભાગ, શ્રમ અને રોજગાર વિભાગ સહિતના વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 આ પ્રસંગે જસદણ પ્રાંત અધિકારી રાહુલ ખાંભરા, વિંછીયા પ્રાંત અધિકારી ઉત્તમ કાનાણી, તાલુકા વિકાસ અધિકારી પાર્થરાજસિંહ પરમાર સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.