જસદણના ગોખલાણા ગામ તથા માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ અને ગ્લોબલ આર્યુવેદિક હોસ્પિટલ ત્રંબા ના ઉપક્રમે રવિવારે ગૉખલાણા પ્રાથમિક શાળા ખાતે ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે જરૂરિયાત મંદોએ લાભ લેવા અનુરોધ
જસદણના ગોખલાણા ગામ તથા ગ્લોબલ આર્યુવેદિક હોસ્પિટલ અને ગૉખલાણા પ્રા.શાળા પરિવાર દ્વારા આયોજીત
શ્રી ગ્લોબલ આયુર્વેદિક હોસ્પીટલ (ત્રંબા), તથા માનવ સેવા સમિતિ તેમજ ગોખલાણા ગામ અને પ્રા.શાળા પરિવારનાં ઉપક્રમે આયોજીત ફ્રી સર્વ રોગ નિદાન કેમ્પ. તારીખ 21, 12 ,2025 સમય સવારે 9:00 વાગ્યાથી બપોરના 1:00 વાગ્યા સુધી સ્થળ શ્રી ગોખલાણા પ્રાથમિક શાળા બસ સ્ટેન્ડ પાસે યોજાશે આ સર્વરૉગ ફ્રી નિદાન કેમ્પમાં
વૈદ્ય પ્રકાશ કાલે વૈધ સર્જીતા પટેલ
M.D.(Ayu.)પંચકર્મ વિભાગ
કાયચિકિત્સા વિભાગ
કેન્સર, હદયરોગ, ફેફસાના રોગ, ડાયાબિટીસ, લીવરના રોગો, કંપવાત, સાયટીકા, શ્વાસના રોગો, બીપી, સોરયાસીસ જેવા રોગોની સારવાર માનસીક રોગો, વ્યસન મુક્તિ, ડિપ્રેશન, અનિંદ્રા જેવા રોગોની સારવાર. તથા વૈધ દિવ્ય ભાલોડી
M.S.(Ayu.) શલ્યતંત્ર વિભાગ
હરસ, મસા, ભગંદર, ગુદામાર્ગના રોગો, રસોળી, પથરી, મુત્રમાર્ગના રોગો, (સારણગાંઠ,હાઇડ્રોસીલ, વધરાવળ,વગેરેના ઓપરેશન) તૅમજ
વૈધ ધારા ડેલીવાલા M.D.(Ayu.)
બાળ રોગ વિભાગ વૈદ્ય પ્રકૃતિ ગરદરીયા B.A.M.S.(Ayu.)
સ્ત્રી રોગ વિભાગ
બાળકોના વિકાસ માટે, કૃમીના રોગો, પેટના રોગો, બાળલકવા, એ.ડી.એચ.ડી. જેવા રોગોની સારવાર.
અંડાશય, વંધત્વ, સ્તનગ્રંથી, ગર્ભાશયની ગાંઠ, માસિકને લગતા રોગોની સારવાર.
વૈધ પાર્વથી વોરીઅર M.S.(Ayu.) શાલાક્ય તંત્ર (આંખ,કાન,નાક,ગળુ,મોઢુ) એલર્જી,શરદી, ઉધરસ, મોતીયો, આંખના નંબર ઉતરાવવા, જામર, રતાંધળુપણું, આંજણી, માવાના કારણે મોઢા ખોલવાની સારવાર .
ચિકિત્સામાં વૈદ્યને જરૂરિયાત જણાય તે મુજબની દવા વિના મૂલ્યે આપવામાં આવશે. વધુ વિગત માટે સંપર્ક જસદણ :- ૯૯૨૫૧ ૭૩૭૪૪
ખાસ નોંધ :- કેમ્પ ના કેઈસ સ્થળ ઉપર કાઢવામાં આવશે. જેથી આ ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનો જરૂરિયાત મંદ દર્દીઓએ લેવા અનુરોધ કરવામાં આવેલ છે