જસદણ વિંછીયા તાલુકાના ૪૧ ગામૉમાં રૂ ૩૮૨૦ લાખના વિવિધ વિકાસના કામોના મંત્રી કુંવરજીભાઈ ના હસ્તે ખાતમુર્હુત-લોકાર્પણ કરવામાં આવ્યા
રોડ-રસ્તા, મેજર બ્રિજ, સુવિધા પથ પેટા આરોગ્ય કેન્દ્ર, પશુ દવાખાના અને માધ્યમિક શાળા જૅવા વિકાસ કામૉની ધારાસભ્ય બાવળીયાએ પોતાના વિસ્તારને ભેટ આપી સમાવિષ્ટ ગામોને આવતા દિવસોમાં યોજનાકીય લાભ મળશે
જસદણ અને વિંછીયા તાલુકાના ધારાસભ્યએ સરકારમાંથી તાલુકાને સ્પર્શતા મહત્વના કામો મંજુર કરાવ્યા છે જેમાં (૧) ચિતલીયા-આટકોટ રોડ રૂા.૩૫૦ લાખ (૨) સાણથલી-થોરખાણ રોડ રૂા. ૩૫૦ લાખ (૩) સાણથલી-ઈશ્વરીયા મેજર બ્રીજ રૂા. ૭૮૦ લાખ (૪) સાણથલી સી.સી.રોડ રૂા.૭૫.૦૦ લાખ (૫) કાનપર-ઈશ્વરીયા રોડ ઉપર સબમર્સીબલ બ્રીજ રૂા.૪૦૦ લાખ (૬) પાટીયાળી સુવિધાપથના સી.સી.રોડ રૂા.૯૦ લાખ (૭) મોટી લાખાવડ એપ્રોચ રોડ રૂા. ૧૮૦ લાખ (૮) જસાપર-જીવાપર રસ્તે મેજર બ્રીજ રૂા. ૮૦૦ લાખ (૯) આટકોટ પશુ દવાખાના નવા બ્રિલ્ડીંગ રૂા. ૪૮.૮૩ લાખ (૧૦) બળધોઈ નવીન પેટા આરોગ્ય કેન્દ્ર રૂા. ૩૫ લાખ (૧૧) ભાડલા પશુ દવાખાનાના નવા બીલ્ડીંગ રૂા. ૮૦ લાખ (૧૨) રામળીયા નવીન પેટા આરોગ્ય કેન્દ્ર રૂા.૩૫ લાખ (૧૩) સનાળા નવી માધ્યમિક શાળા રૂા.૨.૩૫ કરોડ (૧૪) દેવધરી નવી માધ્યમિક શાળા રૂા.૨.૪૨ કરોડ (૧૫) વિંછીયા નવીન પશુ દવાખાનું રૂા. ૧ કરોડ ના કામનો સમાવેશ થવાથી અંદાજે ૪૧ ગામોને યોજનાકીય કામોનો આવનારા દિવસમાં લાભ મળતો થશે.
તા.ર થી તા.૮/૩ સુધીના સમય દરમ્યાન યોજાયેલા આ કાર્યક્રમ દરમ્યાન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું કે, રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કામ કરતી રાજય સરકારને અભિગમ ' જયાં માનવી ત્યાં સુવિધા' આપવાનો રહ્યો છે, છેવાડાના માનવી સુધી રોડ, રસ્તા, પશુ દવાખાના, પેટા આરોગ્ય કેન્દ્ર, માધ્યમિક શાળા સહિતની સુવિધાઓ પુરી પાડવા કટિબધ્ધ છે. ખાતમુર્હુત લોકાર્પણના કાર્યક્રમ દરમ્યાન જે તે ગામના જીલ્લા/તાલુકા પંચાયતના સભ્યો, સંગઠનના હોદ્દેદારો, આગેવાનો, વિવિધ ગામના સરપંચો, સામાજીક આગેવાનો જોડાયા હતા અને આ તકે ધારાસભ્ય અને રાજયના મૃદુ અને મકકમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારનો આભાર વ્યકત કર્યા હતો.