error: This Content is protected !!

સાહિત્ય, પત્રકારત્વ અને AI વિષય પરના 'સર્જક સાથે સંવાદ' કાર્યક્રમનો વિશેષ રેડિયો અહેવાલ આજૅ ૧૨ માર્ચે આકાશવાણી, રાજકોટ પરથી પ્રસારિત થશે

ગુજરાત પ્રેસ અકાદમી-ગાંધીનગર, પ્રાદેશિક માહિતી કચેરી-રાજકોટ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં "સાહિત્ય પત્રકારત્વ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)" વિષય પર વિશેષ કાર્યક્રમ 'સર્જક સાથે સંવાદ' યોજાયો હતો, આ બૌદ્ધિક અને પ્રેરણાદાયી કાર્યક્રમનો વિશેષ રેડિયો અહેવાલ આજૅ ૧૨ માર્ચ, ગુરુવારના રોજ આકાશવાણી રાજકોટ પરથી પ્રસારિત કરવામાં આવશે.

 રેડિયો પર MW 370.3mtrs/810khz ઉપરાંત news on air app પર (app link https://play.google.com/store/apps/details?id=com.parsarbharti.airnews) અને વિશ્વના કોઈ પણ ખૂણામાં Live streaming https://akashvani.gov.in/radio/live.php?channel=91 પર સાંભળી શકાશે.

 આ કાર્યક્રમમાં સાહિત્ય અને પત્રકારત્વના ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના પ્રભાવ વિશે ઊંડાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી હતી. સાહિત્યરસિકો, પત્રકારત્વના વિદ્યાર્થીઓ અને ટેકનોલોજીમાં રસ ધરાવતા લોકો માટે આ અહેવાલ અત્યંત માહિતીપ્રદ બની રહેશે.

 સૌ સાહિત્યપ્રેમી જનતા અને શ્રોતાઓને આ પ્રસારણ માણવા આકાશવાણી રાજકોટ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.