error: This Content is protected !!

વિંછીયાના લાલાવદરની સીમમાંથી વાયર ચોરનાર ટોળકી ઝડપાઈ અંજારના સૂત્રધાર અને બોટાદ પંથકના ત્રણ સાગીરતોને ઝડપી - ૩.૨૮ લાખનો મુદામાલ કબ્જે કર્યો

ગઢડા માંથી એલ્યુમિનિયમ વાયર ચોરી ની કબુલાત બોટાદના કાનીયાડનો દીપુ ઉર્ફે દીપો દિવસ દરમિયાન બાઇક પર રેકી કરી પીજીવીસીએલના વીજ વાયરની માહિતી મેળવી ટોળકી રાત્રીના ચોરીને અંજામ આપતાં રૂરલ એલસીબીન કાર્યવાહી

 

વિંછીયાના લાલાવદર ગામની સીમમાંથી એલ્યુમિનીયમ વાયરની ચોરી કરનાર ટોળકીને ફરલ એલસીબીની ટીમે ઝડપી લીધી હતી. પોલીસે ૪૦૦ કિલો વાયર સહિત રૂ.૩.૨૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ટોળકીએ ગઢડામાંથી વાયર ચોરી કર્યાની કબુલાત આપી હતી. રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર

દ્વારા અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવી હોય જે સૂચનાના અનુસંધાને રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઈ થી જ પીઆઈ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચ.સી. ગોહિલ, કે એમ ચાવડા, આર.વી. ભીમાણી, અને પી.એન. ભરવાડ ટીમ પેટ્રોલિંગ હતી ત્યારે સાથેના છે કેબલ પશાભાઈ બાબરીયાને એવી હકીકત મળી હતી કે, વિંછીયા તાલુકાના લાલાવદર ગામની સીમમાં ચાર શખ્સો શંકાસ્પદ હીલચાલ કરી રહ્યા છે અને તેમની પાસે ચોરાઉ

એલ્યુમિનિયમ વાયર છે. આ બાતમીના આધારે પોલીસે દોડી

જઇ ચાર શખસોને ઝડપી લીધા હતા. જેમાં દેવરાજ અશોક ઠક્કર (રહે નવાનગર, અંજાર), સંતોષ મોજુ ઉગરેજીયા (રહે પાળીયાદ જી. બોટાદ), દીપુ ઉર્ફે દિપો ગુલાબ શેખલીયા (રહે. કાનીયાડ જી. બોટાદ) અને સંતોષ ઉર્ફે ભોપો સુરેશ સામળિયા (રહે. લોયા તા. ગઢડા) હોવાનું માલુમ પડયું હતું. પોલીસે તસ્કર ટોળકી પાસેથી એલ્યુમિનિયમ વાયર ૪૦૦ કિલો રૂ.૭૪૪૦૦, ૭૪૪૦૦, એલ્યુમિનિયમ વાયર કાપવા માટેનું કટર, તણી અને અશોક લેલન બડા દોસ્ત વાહન તથા ત્રણ મોબાઇલ, રોકડ સહિત કુલ રૂ. ૩.૨૮ લાખનો મુદ્દામાલ "કબજે કર્યો હતો.

પોલીસે ઝડપાયેલા આ શખસોની સઘન પૂછતાછ કરતા ગઈ તા. ૧૦/૩/૨૦૨૬ ના રાત્રીના આ ટોળકીએ ગઢડા વિસ્તારમાંથી એલ્યુમિનિયમના વાયરના ગૂંચળાઓની ચોરી કર્યાની કબુલાત આપી હતી.વધુમાં પોલીસ સૂત્રોમાંથી મળેલી વિગતો મુજબ, આ ટોળકીમાં સૂત્રધાર અંજારનો દેવરાજ ઠક્કર છે. આ ટોળકીમાં સામેલ બોટાદના કાનીયાડનો દીપુ ઉર્ફે દીપો દિવસ દરમિયાન બાઇક પર રેકી કરી પીજીવીસીએલના વીજ વાયર અંગેની માહિતી મેળવી લીધા બાદ રાત્રીના ચોરીના બનાવને અંજામ આપતા હતાં.

 

 

કુખ્યાત ટોળકી સુધરતી જ નથીઃ ચાર માસ પૂર્વે એલસીબીએ પકડી 'તી

 

કુખ્યાત તસ્કર ટોળકી સુધરવાનું નામ જ લેતી નથી. કેમ કે, આ ટોળકીને, ચાર માસ પૂર્વે જ જસદણ પંથકમાંથી રાજકોટ એલસીબીની ટીમે ઝડપી લીધી હતી. જેલમાંથી છુટયા બાદ ફરી ચોરીના બનાવને અંજામ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અંજારનો દેવરાજ ઠક્કર સૂત્રધાર છે. જયારે અન્ય તેના સાથીદારો છે. દેવરાજ સામે અગાઉ રાજકોટ જિલ્લાના ધોરાજી, ભાડલા, વિંછીયા અને પડધરી પોલીસ સ્ટેશનમાં મળી ચોરીના સાત ણના નોંધાઈ ચૂકયા છે