error: This Content is protected !!

જસદણના ગઢડિયા ગામૅ પુત્રએ પિતાનૅ ઉછીના આપૅલ રૂ 50 હજાર પરત માંગતા પિતાએ પુત્રને ધોકાવ્યો

જસદણ તાલુકાના ગઢડીયા ગામે પુત્રને પિતાએ ધોકા વડૅ મારમારતા રાજકોટ સારવાર લૅવીપડી હતી. પુત્રએ પિતાને ૫૦ હજાર ઉછીના આપ્યા હતા જે પરત માગતા પિતાએ ઝગડો કરી મારમાર્યો હોવાનું જાણવા મળ્યું છે.પ્રાપ્ત વિગત મુજબ જસદણના ગઢડીયા ગામે રહેતો કિશન દલસુખભાઈ સોલંકી ઉ.વ.૩૦ નામનો યુવક રાત્રીના નવેક વાગ્યે ઘરે હતો ત્યારે પિતા દલસુખભાઈ માવજીભાઈએ ધોકા વડે મારમારતા રાજકોટ સિવિલમાં સારવાર લીધી હતી.યુવકના કહેવા મુજબ પોતે ખેત મજૂરી કામ કરે છે, અને બે ભાઈ બે બહેનમાં મોટો છે, સંતાનમાં બે પુત્રી છે, થોડા સમય પહેલા પિતાને પૈસાની જરૂરિયાત હોવાથી રૂ.૫૦,૦૦૦ હાથ ઉછીના આપ્યા હતા, આ પૈસાની મારે જરૂર ઉભી થતા મેં પરત માગતા ઉશ્કેરાયા હતા અને ઝગડો કરી ધોકાથી મારમાર્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જસદણ પોલીસને જાણ કરી હતી.