રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના પરપ્રાંતીય મજૂરોની વિગતો પોલીસ મથકમાં જણાવવા હુકમ ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે
રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં પરપ્રાંતીય કારીગરો દ્વારા થતા ગંભીર ગુનાઓ અટકાવવા અને જાહેર જનતાની શાંતિ અને સલામતી જાળવવા માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એન.કે.મુછારએ આદેશો જારી કર્યા છે. જે મુજબ રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં આવેલા તમામ કારખાના, મકાન બાંધકામ, ફાઉન્ડ્રી ઉદ્યોગ, હીરા ઉદ્યોગ, ખેતી કામ તથા અન્ય ઉદ્યોગ વેપાર-ધંધા સાથે સંકળાયેલા તમામ પ્રાઇવેટ સેકટરના માલિકો અને મેનેજમેન્ટએ પોતાના યુનિટમાં હાલમાં કામ ઉપર છે, તેવા કાયમી, હંગામી, રોજિંદા કે કોન્ટ્રાકટના ભાગીયા, કર્મચારીઓ, કારીગરો, મજુરોની હકીકત તૈયાર કરી નિયત પત્રકમાં સબંધિત પોલીસ સ્ટેશનમાં રજૂ કરવાનું રહેશે. તા. ૩૦/૦૪/૨૦૨૬ સુધી અમલમાં રહેનારા આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.