error: This Content is protected !!

જસદણના જસાપર જીવાપર રોડ પર નિર્માણ થનાર બ્રિજના કન્સ્ટ્રક્શનનું રૂ. ૮૦૦ લાખના ખર્ચે ધારાસભ્ય કુંવરજીભાઈ ના કર કમલૉથી ખાતમુહૂર્ત કરાયુ

જસદણના ધારાસભ્ય અને મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ભાદર નદી પર જશાપર-જીવાપર રસ્તે નવીન મેજર બ્રિજના કંસ્ટ્રક્શનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંદાજે રૂ. ૮૦૦ લાખના ખર્ચે બનનારા આ પુલના નિર્માણથી સ્થાનિક વાહનવ્યવહાર વધુ સુદ્રઢ બનશે અને ચોમાસા દરમિયાન પડતી હાલાકીનો કાયમી ઉકેલ આવશે. આ પ્રસંગે ગ્રામજનો દ્વારા મંત્રીનું પરંપરાગત રીતે સ્વાગત અને પુષ્પગુચ્છથી અભિવાદન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર છેવાડાના ગામડાઓને પાકા રસ્તા અને મજબૂત પુલની સુવિધા આપી, આધુનિક આંતરમાળખાકીય સવલતો પૂરી પાડવા કટિબદ્ધ હોવાનું મંત્રી એ જણાવ્યું હતું છે. તેમજ પ્રાસંગિક ઉદબોધનમાં વિકાસ કામોની ગુણવત્તા અને સમયમર્યાદા જાળવવા પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ ચંકિતભાઈ રામાણી સાણથલી જિલ્લા પંચાયત સીટના પ્રતિનિધિ વિનુભાઈ ધડુક તાલુકા પંચાયતના સદસ્ય લલિતભાઈ મારકણા અગ્રણીઓ ગિરધરભાઈ વેકરીયા મનુભાઈ લાવડીયા નિલેશભાઈ ભાયાણી ભાવેશભાઈ વેકરીયા સહિત મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.