error: This Content is protected !!

જસદણના કનેસરાની સીમમાં બાવળ સાથે દોરી બાંધી અપરણીત યુવાનૅ ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મોબાઇલ ગુમ થતાં મોતનું રહસ્ય ઘેરું બન્યું

જસદણ તાલુકાના કનેસરા ગામે અપરણિત 25 વર્ષીય આશાસ્પદ યુવકે કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. ઇમિટેશનનું કામ કરી પરિવારને મદદરૂપ થતો આ યુવક ત્રણ ભાઈમાં સૌથી મોટો હતો. યુવકે આ પગલું શા કારણે ભરી લીધું એ કારણ જાણવા પોલીસે કવાયત શરૂ કરી છે તો બીજી તરફ યુવકનો ફોન ગૂમ થઈ જતાં ઘટનાનું રહસ્ય વધુ ઘેરું બન્યું છે કનેસરા ગામના રહેવાસી હિતેશભાઈ ભોળાભાઈ બાવળીયા (ઉમર વર્ષ 25) એ ગામની સીમમાં આવેલા બાવળના ઝાડ સાથે દોરડું બાંધી

ફાંસો ખાઈ લીધો હતો. વ્યવસાયે હિતેશભાઈ ઈમિટેશનના કામ સાથે જોડાયેલા હતા અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદરૂપ થતા હતા. તેઓ ત્રણ ભાઈઓમાં સૌથી મોટા હતા અને હજુ અપરિણીત હતા.જો કે આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ ઘટનાસ્થળેથી મૃતકનો મોબાઈલ ફોન મળી આવ્યો ન હોવાનું જાણવા મળ્યું હતું. મોબાઈલ ગુમ થવાને કારણે આ આત્મહત્યા પાછળ કોઈ ગંભીર કારણ હોવાની શંકાઓ સેવાઈ રહી છે. ઘટનાની જાણ થતા જ ભાડલા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પંચનામું કર્યા બાદ પોસ્ટમોર્ટમ અર્થે જસદણ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. ભાડલા પોલીસે હાલ આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. યુવકના મોતથી કનેસરા ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.