વિંછીયાના હિંગોળગઢ માં વિશ્વવિખ્યાત અશ્વ સંવર્ધન ફાર્મ કાઠીયાવાડી અશ્વોના વિકાસ માટે રૂ. ૨.૮૭ કરોડ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના પ્રયાસોથી મંજૂર
વિશ્વ વિખ્યાત કાઠીયાવાડી અશ્વોના સંવર્ધન અને વિકાસ માટે હિંગોળગઢ ખાતે અશ્વ સંવર્ધન ફાર્મ કાર્યરત છે. આ ફાર્મ ગુજરાત માટે ગૌરવનું કેન્દ્ર છે અને વિંછીયા તાલુકાના જસદણ રોડ પર સ્થિત છે ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયાના પ્રયત્નોથી અશ્વ ઉછેર કેન્દ્ર ફાર્મના વિકાસ માટે અંદાજે રૂ. ૨.૮૭ કરોડની મંજૂરી ફાળવવામાં આવી છે. જેમાં સ્ટાફ ક્વાર્ટર, સીસીટીવી કેમેરા, સ્ટેબલ વાઇટ વોશ, ઓફિસ ફર્નિચર, સી.સી. રોડ, વોલ પ્રોટેકશન અને અન્ય તમામ જરૂરી સુવિધાઓનો નિર્માણ થશે.અશ્વોના સંવર્ધન, વિસ્તારમાં અશ્વપ્રેમીઓના હિત માટે અને શુદ્ધ કાઠીયાવાડી ઓલાદના ઘોડાઓની સંખ્યા વધારવા માટે કરવામાં આવી છે. ૨૦૧૩–૧૪માં ગુજરાત શીપ અને વુલ ડેવલપમેન્ટ કૉ. લીમીટેડ, ગાંધીનગર દ્વારા ૭૦ એકર જમીન પશુપાલન ખાતાને ફાળવવામાં આવે હતી અને ત્યાં બાંધકામ પૂર્ણ થતા ૨૫/૦૭/૨૦૧૮ ના રોજ કબ્જો સોંપવામાં આવ્યો અને અશ્વ ઉછેર કેન્દ્ર શરુ કરવામાં આવ્યું હતું.
આ અશ્વ ઉછેર કેન્દ્રમાં કાઠીયાવાડી અશ્વોની સંવર્ધન કામગીરી, શુદ્ધ કાઠીયાવાડી ઓલાદ જાળવી રાખવી, પેટા સેવા કેન્દ્રો માટે અશ્વોની ઓલાદ તૈયાર કરવી, અશ્વ પાલકોને તકનીકી માર્ગદર્શન આપવું, અદ્યતન સંશોધન દ્વારા breeding અને સંવર્ધન પ્રક્રિયા અપનાવવી જેવી સુવિધાઓ આપવામાં આવે છે.
ફાર્મ ખાતે બહારથી આવતી ઘોડીઓને નિ:શુલ્ક બ્રીડીંગ સુવિધા આપવામાં આવે છે. આ સેવા વડે સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં શુદ્ધ કાઠીયાવાડી અશ્વોની સંખ્યા અને ગુણવત્તામાં નોંધપાત્ર વધારો થયો છે. આ વર્ષે ફાર્મના વાળીઅશ્વો દ્વારા ૩૫૦ થી વધુ ઘોડાઓને નિ:શુલ્ક બ્રીડીંગ આપવામાં આવી છે.
ભવિષ્યમાં પણ ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયાના પ્રયત્નોથી વધારાની સુવિધાઓ ઉમેરવામાં આવશે, જે સમગ્ર અશ્વપ્રેમી સમાજ માટે ફાયદાકારક સાબિત થશે