error: This Content is protected !!

જસદણ ન્યાય મંદિર ખાતે રાષ્ટ્રીય લોક અદાલતમાં સમાધાન કારી અભિગમ ન કોઈની હાર ન કોઈની જીતના સૂત્ર સાથે 442 કેસનો નિકાલ કરાયો

જસદણ ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ જેમાં ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ તથા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ રાજકોટના માર્ગદર્શન હેઠળ જસદણ તાલુકા કાનૂની સેવા સમિતિ સિવિલ કોર્ટ જસદણ ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું સદરહું લોક અદાલતને તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેનશ્રી તથા પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટશ્રી કે.એન.દવે સાહેબ તથા ઇન્ચાર્જ રજીસ્ટારશ્રી ડી.આર.તરમટા સાહેબ અને જસદણ તાલુકા લીગલ સર્વિસ સમિતિના સેક્રેટરીશ્રી જે.એ.સોયા સાહેબ તથા ન્યાયાલયના તમામ કર્મચારીશ્રીઓ તથા પી.જી.વી.સી.એલ. તથા વિવિધ બેન્કના કર્મચારીઓ તેમજ વિવિધ વિભાગના કર્મચારીશ્રીઓ તથા પક્ષકારો તેમજ વકીલશ્રીઓની હાજરીમાં લોક અદાલતને ખુલ્લી મુકવામાં આવી હતી.સદરહુ લોક અદાલતમાં એક જ દિવસમાં સિવિલ કેસો તેમજ ક્રિમિનલ કેસો કુલ મળી ૪૪૨ કેસો ફેસલ કરવામાં આવેલ અને કુલ મળી ૫૫,૧૩૯/- અંકે રૂપિયા પંચાવન હજાર એકસો ઓગણચાલીસ રૂપિયા જેટલી રકમનો દંડ વસુલ કરી સરકારશ્રીને મળેલ. આ લોક અદાલતમાં " ન કોઈની જીત ન કોઈની હાર" ના સૂત્રને સાર્થક કરતા પક્ષકારોએ લોક અદાલતનો લાભ લીધેલ. આ લોક અદાલતને સફળ બનાવવાપી.જી.વી.સી.એલ.ના કર્મચારીશ્રીઓ તથા વિવિધ બેંકના મેનેજરશ્રીઓ તથા વિવિધ વિભાગના કર્મચારીગણો તથા જસદણ બાર એસોસિયનના વકીલ સાહેબશ્રીઓ હાજર રહી સહયોગ આપેલ. નામદાર કોર્ટ દ્વારા આગામી આવનારી લોક અદાલતમાં પક્ષકારોએ જોડાઈને વધુમાં વઘુ લાભ લેવા તાલુકા કાનૂની સેવા સત્તામંડળના લીગલ વિભાગના તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેનશ્રી તથા પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટશ્રી કે.એન.દવે સાહેબ તથા ઇન્ચાર્જ રજીસ્ટારશ્રી ડી.આર.તરમટા સાહેબ અને તાલુકા લીગલ સર્વિસ સમિતિના સેક્રેટરીશ્રી જે.એ.સોયા સાહેબ તથા ન્યાયાલયના તમામ કર્મચારીગણે લોક અદાલતનો લાભ લેવા જણાવેલ તૅમએડવોકેટ & નોટરી - પ્રકાશ પ્રજાપતી ની યાદીમાં જણાવવું છે