જસદણના જસાપર ગામૅ વાડીમાં પિયત માટૅ ખૅડુત રમેશભાઈ પાણીની મોટર ચાલુ કરવા જતા અકસ્માતે વીજ કરંટ લાગતા મોત
જસદણ તાલુકાના જસાપર ગામે પોતાની વાડીમાં પિયત માટે પાણીની મોટર ચાલુ કરતાં વીજ શોખથી ખેડૂતનું મૃત્યુ નીપજ્યું હતું દુ:ખદ અકસ્માતની ઘટનામાં ખૅડુત પૉતાના વાડી ખેતરમાં ખેતીકામ માટે પાણીની મોટર ચાલુ વખતે અચાનક વીજકરંટ લાગતા ખૅડુત રમેશભાઈ લીંબાભાઈ કથીરીયાનું મોત નિપજ્યું હતું. રમેશભાઈ રોજની જેમ પોતાની વાડીમાં ખેતી કામ માટે ગયા હતા. ખેતરમાં આવેલી પાણીની મોટર ચાલુ કરવા જતા મોટરમાંથી વીજપ્રવાહ પસાર થવાથી તેમને કરંટ લાગ્યો હતો.
આ બનાવની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ગંભીર હાલતમાં રમેશભાઈને જસદણની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાદમાં મૃતદેહ પોસ્ટમોર્ટમ સહિતની ની કાર્યવાહી માટે જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાથી જસાપર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જસદણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે અસ્માતૅ મોતની નોંધ લઈ આગળની તપાસ હાથ ધરી હતી. વીજ સલામતી અંગે બેદરકારી કે ટેક્નિક્લ ખામીના કારણે અકસ્માત થયો છૅ કે કેમ તે બાબતે પણ તપાસ ચાલી રહી છે.